--------------------પરણીને આવી એને આજે ત્રીસ વર્ષ થયા
એક ઉડાઉડ કરતી પંખીણી જેવી
આંખોમાં સપનાં ભરીને આ ધરમાં આવી હતી.
કહેવાઇ છે કે મનુષ્યની સોએસો ટકા ઇચ્છાઓ
કદી પૂર્ણ થતી નથી.
મારી સાથે પણ એવું જ બન્યુ છે
આ પંખીણીએ જ્યારે માળૉ બાંધ્યો ત્યારે
જે જે ઇચ્છાઓ પૂર્ણ કરવાની કલ્પનાં કરી હતી
એ બધી ઇચ્છાઓ પર
સરકારી ટેકસની ટકાવારી જેમ
કપાત આવવા લાગી
બાળકનાં જ્ન્મથી લઇને એને ઉછેરવામાં
અને ધરની જવાબદારીમાં મારી જિંદગીનાં
જે ઇચ્છાઓની પાંખો પર
રોમાંચંક ઉડાનની ઇચ્છાઓ પર
કૌંટુબિક જ્વાબદારીનાં
કર એટલાં લાગુ પડ્યા કે હવે મારી પાસે
ઇચ્છાઓની મુડીની નામે ફકત
એ કલ્પનાઓ જ રહી છે
અને ઇચ્છાઓ બધી ખર્ચાય ગઇ
ઘરનાં બધાં સભ્યો હવે પોતાની
ઇચ્છાઓની પાંખે ઉડીને મારાથી
દૂર ચાલ્યા ગયા છે
એક દિવસ મારા સમવ્યસ્ક મિત્રએ
મારા એન્ટીગ્લેર ચશ્માની આરપાર
મારી આંખોમાં જોઇને મને કહ્યુ કે
“કોલેજમાં જોઇ હતી હજું એવી જ પાણીદાર
આંખો છે તારી..
જેમાં ડૂબી મરવાની “ઇચ્છા” થાય.”
એના મુખે “ઇચ્છા” શબ્દ સાંભળીને
હું અંદરથી આખેઆખી ખળભળી ગઇ.
ધરે જઇને મારી જાતને આખેઆખી
અરીસામાં નિહાળી લીધી..
અને પેલા કોલેજનાં મિત્રને ફોન કર્યો
અને કહ્યુ
મારી પાણીદાર આંખોમાં ડુબી મરવાની ઇચ્છા
તારે પૂર્ણ કરવી છે..?
એ અવાચક થઇને કશું બોલ્યો નહી.
અને પછી મે હળવેકે એનેથી કહ્યું.
“પહેલા મારી આંખોમાં તરતાં શીખીજા
એમાં ઘણી ઇચ્છાઓ મૃત થઇને તળીયે પડી છે
એને તું બહાર કાઢીને ફેંકી દે..
પછી ડુબવાનો વિચાર કરજે..”
આવુ કશું ના થયુ અને થાય પણ કઈ રીતે??
એ કોલેજનો મિત્રની બાઇપાસ સર્જરી થયેલી છે
-------------------
– નરેશ કે.ડૉડીયા
મિત્રો મારા પેજની લિંક લાઇક કરશોજી અને આપના મિત્રો સાથે શેર કરશોજી અને લાઈક કરવાનુ કહેશોજી
https://www.facebook.com/Naresh-K-Dodia-782034368811941/