પૂજય પપ્પા,
પ્રણામ ?
તમારાથી ને બધાથી દૂર ગઈ પછી ક્યારેય ન પત્ર લખ્યો ન ફોન કર્યો.તમારા સમાચાર શોભન દ્વારા ને શોભન પછી કેશુકાકા દ્વારા મેળવતી રહી.તમને તકલીફ ન પડે તેથી કેશુકાકા જે બાળપણના મારા મિત્ર હતા તેમને પૈસા પણ મોકલતી રહી.પણ ભગવાને કદી તમને તમારા નિખાલશને શુદ્ધ પવિત્ર જીવનને તકલીફ પડવા જ ન દીધી. તમને જણાવ્યા વગર મે ને શોભને લગ્ન કરી લીધા.અમને શોભનના પરિવાર વાળાએ મમ્મીને વાસુકાકાને લીધે અપનાવ્યા નથી.
શોભનને મારા માટે ખૂબ જ માન હતું કારણકે પપ્પા મે તમને સ્વીકાર્યા છે.તમેજ મારા તાત છો.અહીં આવ્યા પછી મે તમારી પાસે પૈસા ન મંગાવી લોકોના મોં બંધ કર્યા છે.બધા કહેતાકે હુ તમારા પૈસા માટે ન ગઈ મમ્મીને વાસુકાકા પાસે પણ પપ્પા તમે તો મને નામ આપ્યું હતું ...જીવન આપ્યું હતું .
મારા પુત્ર નું નામ હર્ષ છે બરાબર એક મહિના પછી ગ્રાન્ડપા દિવસ છે.તેનુ આમંત્રણ આવ્યું છે તે ઘરે આવી રડી પડ્યો કે મારે તો ન દાદા છે ન નાના...
કોણ આવશે??તો પપ્પા નાના બની એને જરૂર સરપ્રાઈઝ આપશો.સાથે તમને સ્પોન્સર લેટર મોકલું છુ. જાણું છુ કે તમે શાસ્ત્રીજી જોડે મંદિર સ્થાપના માટે શ્રીલંકા ગયા હતા. તમારો પાસપોર્ટ પણ છે બસ વીઝા લઈ લંડન આવી જાવ. તમારી રાહ જોઈશ.આગ્રહ નહિ કરૂ નિર્ણય તમારી પર છોડું છુ.
શોભન ને હર્ષના પ્રણામ સ્વીકારજો. મારા તમને લાખો પ્રણામ.હવે લાંબી રજા લઈ આવશો.નાના બની.
તમારી લાડકી
શૈલજાના પ્રણામ.
શૈલજા કે ષોડશી સાચે જ લાગણી ની દુનિયામાં પરિક્ષા પાસ કરી ગઈ પંદર જ દિવસ પછી લંડન એરપોર્ટ પર શૈલજા ,શોભન અને હર્ષ હસમુખભાઈને લેવા આવ્યા હતા..હર્ષની નવી દુનિયા *રચનાત્મક*હતી કારણ ભારતથી તેના નાના આવ્યા હતા.તેણે ત્રિકોણ બનાવી ને ઉપર નાના લખ્યું ને બે ખૂણે મમ્મી ને પપ્પાને ગોઠવ્યા..વચ્ચે સીધી લીટી દોરી દાદાની નીચે હર્ષ લખી રચનાત્મક આકૃતિ દોરી સુંદર રંગો થી ભરી દીધી.
જયશ્રી પટેલ
(સંપૂર્ણ)
મિત્રો જો આ વાર્તા ગમી હોય તો જરૂર બીજાને વંચાવજો જેથી મારી માતૃભાષા લોકો વધુ ને વધુ વાંચે
ધન્યવાદ?
એકથી દસ ભાગ વાંચો gujarati@matrubharti.comપર મારી અનેક વાર્તા વાંચવા મળશે.