પત્ર લખાવાનું તો હવે સાવ જ ભૂલાયું,
કાગળ-પેનની તો ક્યાં કમી છે હવે
લખનારા જો કોઈ હોય,
આજે ફરી આંગળીઓને
સમજાવી છે પાછી પેન પકડવા,
શરૂ કરું છું કંઈક આમ..
"પ્રિય સ્નેહાંગિની,
બહુ સમય થયો, નથી તારા ખબર કે કોઈ ખત,
એટલે થયું મને આજ કે લાવ લખી નાખું તને એક ખત,
ખબર છે મને કે તું ત્યાં 'મજામાં' તો નહિ જ હોય,
અને હોય પણ ક્યાંથી,
અશ્રુઓ જયારે અહીં પણ સુકાતા ના હોય,
વિરહની વાટ હવે વસમી લાગે બહુ,
તું આવે અહીં તો કાનમાં એક વાત કહું,
આ ખત આપણા મિલનનું નિમિત્ત બને તો સારુ,
બે હિજરાતા હૈયા જલ્દી ભેગા થાય તો સારુ.
મિલનની આશ પર, અહીં જ વિરમું છું."
બસ એ જ..
લી....??