Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાગ :૮
(આગળ)

મક્કમ મનને મક્કમ આંખોનો પ્રભાવ તેમણે કહ્યું ,”હુ શીખા અને વાસુને એક કરી એમનો સંસાર રૂપી દીકરી તને એમને સોંપવા માંગુ છુ.”થોડીવાર મૌન પછી ષોડશી બોલી પપ્પા શુ મમ્મી તૈયાર છે તેમની સાથે જવા?શુ કેશુકાકાનું કુટુંબ તૈયારછે આ રીતે તેમને સ્વીકારવા? મારો નિર્ણય તો મારી પર છોડ્યો છે તો આ બે ના જવાબ પછી જ હુ આપીશ.ચાલો પપ્પા મોડું થાય છે,તમારો જમવાનો સમય પણ થયો છે.તેણીએ પપ્પાનો હાથ પકડ્યો ને ઉભા કરી મક્કમતાથી ડગલા માંડ્યા.હસમુખભાઈએ પણ દીકરીના ખભે હાથ મૂકીને
અંધારામાં ડગલા ભર્યા જાણે અજવાળું જોવા માંગતા હોય તેમ..!હવે પ્રશ્ન તેમના મનમાં હતો કે શુ થશે જિંદગી મા પાછલી ઉંમરે એકલતાનો સાથ અપનાવો રહેશે???
ત્યાંતો મંદિરના દિવાના પ્રકાશમાં એક સુંદર ઓગણીસ વીસ વર્ષનો ફાંકડો જુવાન સામે આવ્યો,તેણે એક સ્મિત ષોડશી સામે કર્યુ ને સાથે હસમુખભાઈ ને નમસ્કાર કર્યા.હા તે શોભન હતો જેના પરિચય મા હમણા હમણા જ ષોડશી આવી હતી.પપ્પાને તેણે ઓળખાણ આપી કે તે હમણાં જ થોડા સમય પહેલા કોલેજ મા પ્રવેશ લીધો છે ને તેમના પિતાની બેન્કમાં બદલી થઈ છે.મને એકવાર બજારમાં તેમના મમ્મીને લીધે ઓળખાણ થઈ છે ને જયાં હુ મારા ગણિતના વર્ગ મા જાઉં છુ ત્યાં જ રહે છે.હસમુખભાઈ
પણ તેને મળવાથી આનંદ થયો કહી ,ક્યારેક સમય મળે મમ્મી પપ્પાને લઈ ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું .છૂટા પડી બાપ દીકરી આગળ વધ્યા.બન્ને ના મનમાં કાલે શુ થશે ?એ પ્રશ્ન જરૂર હતો.
જયશ્રી.પટેલ
(ક્રમશ:)

Gujarati Story by Jayshree Patel : 111245160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now