રચનાત્મક
ભાગ :૭
તેના મનને હવે ઉથલપાથલમાંથી ખૂબ રાહત મળવા લાગી.પ્રશ્ન હવે હતો જો વાસુકાકાનું મૃત્યુ થયું તો તેનું નામ તેઓએ કેવી રીતે પાડ્યું ?પપ્પાએ દીકરી ને તેનો જવાબ પણ પ્રેમથી સમજાવ્યો.જ્યારે કોલેજમાં હતા ત્યારે શીખા ને વાસુ એકબીજા ના પરિચયમાં આવતા ગયાને જ્યારે એકબીજાને એકરૂપ થયા ત્યારે વાસુએ ઈચ્છા કરી હતી કે જો એ બેનો દીકરો થશે તો શીખાજે જે નામ આપશે તે પણ જો દીકરી થઈ તો ષોડશી જ નામ પડશે..જ્યારે પપ્પાએ ઈચ્છા વ્યક્ત કરી શૈલજા નામની તો શીખાએ કહ્યું કે વાસુની પુત્રી છે તો એનું નામ એની ઈચ્છા મુજબ જ હોવું જરૂરી છે.પપ્પાએ એ જ મંજૂર રાખ્યું .”પણ કેમ જાણે પણ જેમ જેમ તું મોટી થતી ગઈ દીકરા તને અંત:કરણથી નામ પસંદ જ નહોતું. તેથી તુ વારંવાર ગુસ્સે થતી,તારા મિત્રો નામનું અપભ્રંશ કરતા ને તને સોણશી ચીડવતાને તુ ઘરે આવી રડતી.” અમે સમજાવતા ને તને નવું રમકડું આપતા તો તુ ખુશ થઈ જતી”.પણ સમજણી થતી ગઈ તેમ તેમ તું છણકો કરતી તમે જે નામ આપો તે મારૂ નામ...અથવા કડવામીઠાસ થી કહેતી”છોડો નામમાં શુ રાખ્યું છે.”
થોડા સમય પછી મારી ધીરજ ખૂટી તું પાંચ વરસની થઈ હશે ત્યારે મે શીખાને કહ્યું કે મે તને અપનાવી છે તો હવે પત્ની તરીકે મને એક બાળકનો પિતા બનવા દે.પણ શીખાએ કહ્યું હતું તે તેને લાયક જ નથી..
મને પણ દીકરાની આશા હતી પણ મને શીખાએ ક્યારેય હાથ જ ન આપ્યો હમેશાં તે દૂર રહી.બા પણ એજ ભ્રમમાં મૃત્યુ પામ્યા કે મને પત્ની મળી ગઈ છે,પણ આજ સુઘી હું અને તારી મમ્મી એક સારા મિત્રો જ છીએ.ષોડશી પપ્પાના ત્યાગને ઝૂકી ગઈ.તેને આ સમયે મમ્મી સ્વર્થી લાગી.પપ્પાનું જીવન તો મિત્રની ફરજ બજાવવામાં જ વિતી ગયું ને મમ્મીનું જીવન સાદગીમાં. હવે પ્રશ્ન એ કે વાસુકાકા પાછા ક્યાંથી આવ્યા..? ક્યાં હતા આજ સુધી..? મમ્મીની ખબર કેમ ન કાઢી...?