"મુજસો બૂરો ન કોઈ"
^^^^^^^^^^^^^^^^
એક નાના રાજ્ય માં એક માણસ ને લોકો કમભાગી માનતા અને એની તરફ જોવાનું ઉચિત ન સમજતા આ વાત ની
રાજા ને જ્યારે ખબર પડે છે, કે
એના રાજ્ય માં એક એવી વ્યક્તિ રહે છે, શવાર માં ઉઠી એનું મોઢું જોવાથી આખો દિવસ ભોજન થી વંચિત ભૂખ્યા રહેવું પડે છે. એટલે...
રાજા ને ઈચ્છા થઈ એ વ્યક્તિ ને દરબાર માં બોલાવ્યો, શવારે તૈયાર થઈ એ વ્યક્તિ રાજા ને મળે છે. પછી રાજા કામ માં એટલા વ્યસ્ત રહે છે કે આખો દિવસ ભોજન ન કરી શક્યા. આ વાત થી ક્રોધિત થઇ..
રાજા એ એ વ્યક્તિ ને તુરંત ફાંસી આપી દેવાનો હુકમ કર્યો.
ફાંસી ના માંચડે છેલ્લી ઈચ્છા પૂછતાં એ વ્યક્તિ એટલુંજ બોલ્યો,
હે રાજન મારુ મોઢું જોવાથી તમને આખો દિવસ ભોજન ન મળ્યું ભૂખ્યા રહેવું પડયું, પણ તમારું મોઢું જોવાથી તો મને મૃત્યુ મળવાનું છે.
આટલું સંભળાતા રાજા પોતાના નિર્ણય અને ફેસલા ઉપર લજ્જિત થઈ જાય છે. અને એને સંતવાણી યાદ આવી જાય છે
"બૂરો જો દેખણ મેં ચલ્યો, બૂરો ન મીલ્યો કોઈ.
જો દિલ ઢૂંઢયો આપણો, મુજ સો બૂરો ન કોઈ."
?️®athod
?? જય માતાજી??