Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ :૫
જીવનમાં કેટકેટલાય ઉતારચઢાવ જોવાના બાકી છે એ ષોડશીને ક્યા જાણ હતી,એ તો પોતાના વિશે જાણવા જ હવે તલપાપડ થઈ ઉઠી હતી.તેના જીવનની નૈયા તર્કવિતર્ક થી ભરાય પડી હતી.એજ અરસામાં એનો પરિચય નજીકની દુકાનમાં કામ કરતા શોભન જોડે થયો.મુંઝાયેલા ચહેરા પર કંઈક રાહતની લહેરો ચમકી ઉઠી હતી.મૃદા ની નજરે આ ફેરફાર આવ્યો હતો.
પપ્પાએ તે દિવસે એને મંદિરના ઓટલે બોલાવી હતી એને આશ્ચર્ય તો થયું હતું ,પણ તે પહોંચી તો પણ થોડી વહેલી હતી .તેથી નાની હતી ત્યારે ચબૂતરે ચણ ખાતા પારેવડાં અને ખૂબ જ ગમતા ત્યા જઈ ઉભી રહી .તેને થયું કેટલા સુખી ન મુઝવણોને કે ન તર્કવિતર્ક ની સાથે સંઘર્ષ બસ ઉડાઉડ ને જીવનની મસ્તી...ત્યા પાછળથી કોઈએ એના ખભે હાથ મૂક્યો તો એ પપ્પા હતા.તેમણે પ્રેમથી માથે હાથ ફેરવ્યોને પાસે બેસાડી. કંઈ બોલે એ પહેલા તેણી બોલી ઉઠી પણ પપ્પા જેટલી મીઠાસ ન હતી તેણીએ કહ્યું કે ,”પેલા વસુકાકા કેમ આપણે ત્યાં આવ્યા કરે છે?આટલા વરસ ક્યા હતા? મને કેમ મનથી ઘૃણા થાય છે..?તમે કેમ કાંઈ બોલતા નથી?”
પપ્પાએ એને શાંત પાડી,ને કહ્યું ,”હા બેટા એટલેજ તને અહીં બોલાવી છે દીકરા,હુ બે દિવસથી તારા અંતકરણને વલોવતું જોઈ રહ્યો છું.તેથી જ મારે તને એક નહિ અનેક વાતો કરવી છે. તુ તારા નામને પણ પસંદ નથી કરતી કારણ તને એ પસંદ નથી..પણ તારી મમ્મીએ પાડ્યું જાણી તુ રાજી થઈહતી.પણ તુ શાળાએ થી બપોરે આવી ત્યારે હુ પણ પાછળ જ હતો, તને દોડીને પાછી ફરતી જોઈ તો મને થયું એવું શુ જોયું ...એટલે ડોકું કરી જોઈ હુ પણ પાછો ફર્યો હતો.હા વસુને તારી મમ્મી શીખાને સાથે જોઈ તુ શુ વિચારતી હશે એ કલ્પના મને આવી ગઈ હતી...
“પપ્પા તમે પણ? “। “હા બેટા તે જોયું તો હવે મારે ચોખવટ કરવી જ રહીને,મને વચન આપ તો તને માંડીને વાત કરૂ કે સાંભળ્યા પછી તું શીખા ને નફરતથી નહિ માન થી જોશે..બીજું ક્યારેય વાસુ માટે પણ ઘૃણા નહિ રાખે...” “જોઈશ “કહી ષોડશી એ જાણવા માટેની ઉતાવળ કરી.તે પપ્પાને લઈ સામેના કોફી હાઉસમાં જઈ બેઠી.પિતાને પણ લાગ્યું હતું કે ચોખવટ કરી દેવી જેથી દીકરી આડું અવળું સમજી ને ખોટું પગલું ન ભરે...! ષોડશી ને પણ પપ્પાને ત્રણ પ્રશ્નો ના ઉત્તર જોઈતા હતા.તેણે પહેલો પ્રશ્ન કર્યો ,”તમે મમ્મી અને વાસુકાકા ને કેશુકાકા ના સંબંધો ની ચોખવટ કરો...”
પપ્પાની વાત સાંભળવા તે ખૂબ આતુર હતી,તેને મન જીવન એક કઠિણ પરીક્ષાનો સમય હતો.
(ક્રમશ:)

Gujarati Story by Jayshree Patel : 111242774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now