સ્ત્રી..
વિચાર્યું હતું સ્ત્રી બનું
જોયું તો પૃથ્વી પણ
સ્ત્રી જ છે...!
સહ્યા અસંખ્ય દુખ..!
છતાં તેના સમર્પણે
પ્રકૃતિ ખીલે ને ..
લાગે મનોહર..રમણીય,
વિચાર્યું ....
બિચારી કે અબળા નહિ
ધરૂ હું રૂપ સબળા નારી તહીં ..
મુજ વિના જગ નું અસ્તિત્વ નહિ..!
છતાંય ન ગર્વ એટલો ..
નર ના જન્મ તણી હું..સ્ત્રી..
વિચાર્યું ...
જયશ્રી.પટેલ
૬/૩/૧૯