કૃષ્ણ તે સહજ રૂપે કહી દીધું
રાધા હું તો વ્રજ છોડુ છું
પણ તારા બોલે બંધાણી છું હું...
તારી સાથે બાંધ્યો છે નાતો
ફૂલ ને સુગંધ શો
એને કેમ કરી છોડું?
ચંદ્ર ચાંદની જવો
મેં બાંધ્યો છે નાતો
એને કેમ કરી છોડું?
શાખ પર્ણ શો
નાતો મેં બાંધ્યો છે
એને કેમ કરી છોડું?
નાતો મેં બાંધ્યો છે
દર્પણ ને બિંબ જેવો
એને કેમ કરી છોડું?
નાતો મેં બાંધ્યો છે
તન ત્વચાની જેમ
એને કેમ કરી છોડું?
નાતો મેં બાધ્યો છે
પ્રાણ શરીરના જેવો
એને કેમ કરી છોડું?
નાતો મેં બાંધ્યો છે
પ્રકાશ ને દીપ જેવો
એને કેમ કરી છોડું?
વ્રજની રજ
વ્રજની જમના
વ્રજના ઝાડ કદમ
જશોદાના હીબકાં
નંદબાબાના ઝૂરાપા
ગોપગણની ગ્લાનિ
ગોપી કેરી પરેશાની
એ સઘળામાં હું રહુ છું
એને કેમ કરી છોડું?
તને મળવાનું છે મન
કૃષ્ણ તારૂ સરનામુ મને આપ
અઢી અક્ષરનો કાગળ મારે
આપવો છે તને હાથોહાથ...કૃષ્ણ
પૂનમની રાત અમાસ બની છે
નથી રચાતો હવે રાસ.....કૃષ્ણ
કલકલ વહેતી કાલિન્દી પણ
થઇ ગઇ છે રે ઉદાસ....કૃષ્ણ
મારગ જાતા અમને અટકાવે
તારા ચરણની છાપ....કૃષ્ણ.
રચાતો નથી હવે રાસ
.
મેં. ડરને. તિલાંજલિ દઇ દીધી છે
શાનો ડર?કેવો ડર?
આ બધાને ફારગતિ આપી છે...
ઝંઝાવતની સાથે
તોફાનની સાથે
મેં દોસ્તી કરક લીધપીડાનુઃ.
વ્યથાનો ગુલાલ
પીડાના. અબિલ સાથે
ભાઇબંધી કરી લીધી છે
દ્રોહના કંટક સાથે
એકલતાના ફાંટા સાથે
મેં યારી કરી લીધી છે
સપનાની રાખ લઇને
મુઠ્ઠી ભરી લીધી છે
આફત જોમળશે સામી
એને લઇશ ગળે વળગાડી.
મેં તો ગમની મબલખ
. મૂડી રળી લીધી છે..
..