ચિત્ત...
બેસતાં વર્ષને દિવસે પહેરવા માટે નવાં બૂટ લેવા તે દુકાને ગયો. દુકાનદારે ₹ 500 થી લઈને ₹ 5000 સુધીનાં બૂટ બતાવ્યાં. ₹ 1200 વાળા બૂટ તેને ખૂબ ગમ્યાં... દુકાનદારે કહ્યું : "ગમે છે તો આજ રાખી દો સાહેબ...! પેક કરી દઉ...!" તે બોલ્યો : "બૂટ ગમે છે... રૂપિયાનો પણ કાંઇ વાંધો નથી...!" પણ...? પણ શું...? દુકાનદાર બોલ્યો...તો પછી પ્રોબ્લેમ શું છે...? તેણે કહ્યું : " હું આ ₹ 1200નાં બૂટ મંદિરની બહાર કાઢીને દર્શન કરવાં જઈશ તો મારું ચિત્ત ભગવાનમાં નહિ રહે...!"
- "કલ્પતરુ"