રચનાત્મક
ભાગ:૪
ના ના મમ્મી કેમ આમ બોલી ષોડશી તમારૂ જ લોહી છે..? તેણી ને થયું મારૂ નામ મારા પપ્પાએ નહિ પણ આ માણસ ના કહેવાથી પડ્યું છે કોણ છે??આ માણસ ? ક્યાંથી આવ્યો છે? મમ્મીએ મંજૂરી કેમ આપી છે???એ આટલી નજીક કેમ બેઠી હતી??મને કહેતી હતી પારકા પુરૂષ થી દૂર રહેવાનું ને એની આટલી નજીક કેમ બેઠી હતી??આટલા વરસમાં એ કેમ નથી મળી..?એ કેશુકાકા જેવો કેમ દેખાય છે..?
પ્રશ્નો ત્યારે અટક્યા જ્યારે મૃદા એ આવી તેને તંદ્રામાંથી જગાડી. એ મૃદાને વળગી ને ચોધાર આંસુએ રડી પડી. મૃદાએ પણ રડવા દીધી.થોડીવાર પછી બનેલી ઘટના અત:થી ઈતિ એણે કહી ને એ શાંત ચિત્તે
બેસી ગઈ.
મૃદાએ એને સમજાવી કે તુ શામાટે તારી મમ્મીને નથી પૂછી લેતી..?
ષોડશી નક્કી કર્યુ કે મમ્મીને આજે એના નામ સાથે ને લોહી સાથે જોડાયેલ વ્યક્તિ વિશે પૂછવું જ રહ્યું. એને એની માતા શીખા પર ખૂબ માન હતું . સુંદર સાદગીભરી તે જાજરમાન સ્ત્રી હતી.સામાન્ય કદપણ આંખોમાં એક મક્કમતા હતી.ક્યારેય પપ્પા સાથે ઉચે અવાજે વાત કરતા એણે સાંભળી નહોતી.તેના બાળપણથી આજ સુધી તે ક્યારેય પોતાની દીકરી સાથે પણ ઝગડી ન હતી. હા બાળપણમાં રાત્રે ધણીવાર એને ગુસપુસ કરતા જરૂર સાંભળી હતી,કોની સાથે એ કદી જાણી નહોતી સકી તો શુ આ એ વ્યક્તિ હતી?
તે ઘરે આવી તો પેલી વ્યક્તિ જે બપોરે જોઈ હતી તે હિંચકા પર ઝૂલી રહી હતી ને મમ્મી રસોડામાં કામ કરતી હતી.પપ્પા હજુ આવ્યા નહોતા.તેણે મમ્મી ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. મમ્મીએ ઓળખાણ આપી કે બેટા તારા પપ્પાના મિત્ર છે,વાસુકાકા ને કેશુકાકાના નાના ભાઈ...! ષોડશી બેટા એમણે તારૂ નામ પાડ્યું હતું .થોડીવાર માટે એને ચક્કર આવી ગયા,મક્કમ મને પોતે ઉભી રહી ગઈને પગના અંગૂઠાથી ધરતી ખોતરવા લાગી.થયુ કે હિંચકા પરથી ઉઠાડી બહાર ધકેલી દઉ.ચુપચાપ નમસ્તે કરી અંદર ચાલી ગઈ.
એને હતું કે પપ્પા આવી ને કાઢી મૂકશે..ને પછી એ નાના બાળકની જેમ તાળી પાડી હસશે ને કહેશે લે લેતો જા મારી મમ્મીને સ્પર્શીને બેઠો હતોને???પણ એવું કાંઈજ ન બન્યું ,પપ્પા આવ્યા તો એને જોઈ ખુશ થયા.ગળે મળ્યા અને તે પણ અરે હસમુખ બહુ વાર થઈ કરી ..વાતોએ વળગી પડ્યા. એમના આ વર્તનથી એ આશ્ચર્ય મા પડી ગઈ.
આજ પહેલા ક્યારેય ન જોયેલી વ્યક્તિ પપ્પાની ને મમ્મીની આટલી નજીક કેમ છે??તે તેના ઓરડામાં ચાલી ગઈ.તેને લાગતું હતું કે માથું ફાટશે પણ કોઈ ઉપાય નહોતો હવે તો જો આની કોઈ દવા નહિ મળે તો ...એ એના નામને જ ઘૃણા કરવા લાગી. હવે તો વધુ ને વધુ એને ગુસ્સો આવવા લાગ્યો.બધાને છોડી ભાગી જવાનું મન થવા લાગ્યું..નફરતને તોછડાઈ થી તે ભરાય ગઈ..
(ક્રમશ)
જયશ્રી.પટેલ