વાંસળીનો નાદ અને સંગીતનો પર્યાય,કૃષ્ણ
રાધાનો પ્રેમ અને મીરાંની ભક્તિ,કૃષ્ણ
સુદામાનો ભેરુ અને અર્જુનનો ભોમિયો,કૃષ્ણ
પ્રહલાદનો નૃહસિંહ અને દ્રૌપદીનો વીર,કૃષ્ણ
યશોદાનો લાલ અને કંસનો કાળ,કૃષ્ણ
મથુરાનો મોહન અને દ્વારિકનો નાથ,કૃષ્ણ
ગોપીઓનો વ્હાલ અને સુદર્શન પ્રહાર,કૃષ્ણ
છે કાળો તોય 'ચિરાગ'કામણગારો,કૃષ્ણ
ગીરની કંદરામાં બિરાજીત તુલસીનો શ્યામ,કૃષ્ણ