વરસો પહેલાં અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવેલી, “યારાના” એ મને બહુ ગમતી અને મેં ઘરે એની કેસેટ લગાડી કેટલીય વાર એ ફિલ્મ જોયેલી..
આમ તો આખી ફિલ્મ મસ્ત હતી પણ મને મજેદાર લાગતી હતી અમિતાભની કોમેડી! એ પણ એ નીતુ સિંઘ સાથે, એને અવનવી ચેલેન્જ આપતો હોય એ જોવાની મજા પડતી! અમિતાભ બચ્ચને આપેલી બધી ચેલેન્જ અમે પણ કરતાં થોડીક પ્રેક્ટિસ પછી એ આવડી ગયેલું, બીજાને ચેલેન્જ અપાતી અને પછી તો આખી સ્કૂલમાં એની જ પ્રેક્ટિસ કરતાં લોકો નજરે ચઢતાં...
રીસેસમાં, સવારે વહેલાં સ્કૂલમાં પહોંચી પ્રેયર પહેલાંની કેટલીક મિનિટોમાં, છૂટતી વખતે ક્લાસમાંથી ચાલું કરીને રસ્તામાં અને છેક ઘેર પહોંચ્યા બાદ પણ અમે લોકો બોલતાં હોઈએ,
“કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પપ્પા પાપડ"
“કચ્ચા પાપડ પકકા પાપડ, બચ્ચા પાપડ પક્કા પાપડ"
આજે સવારે ફરી મને આ યાદ આવી ગયું અને મેં મારા દીકરાને ચેલેન્જ આપી... બે વખત સરખું પણ એ નહતો બોલી શક્યો... પક્કાની જગ્યાએ પપ્પા જ આવી જાય! મેં એની આગળ દસ વખત એબોન ભૂલ વગર બોલી દેખાડ્યું... એ તો મમ્મીની કળા જોઇને દંગ રહી ગયો, મેં કહ્યું, મેં બાળપણમાં આની બહુ પ્રેક્ટિસ કરી છે... હવે તું ચાલું કર, તારા દોસ્તોને ચેલેન્જ આપ સ્કૂલમાં ભણવા સિવાયના ટાઈમમાં આવું બધું કરવાની મજા આવે."
એ તો ગયો સ્કૂલમાં... હવે તમને ચેલેન્જ આપું છું... ટ્રાય કરો, બે વખત તો બોલી જુઓ.. કચ્ચાં પાપડ પકકા પાપડ... કચ્ચાં પાપડ પકકા પાપડ.... કચ્ચાં પાપડ પકકા પાપડ...????
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?