કૃષ્ણ એટલે એકવીસમી સદી ના ઈશ્વર
આલેખન-આકાશ પટેલ મોરબી
કૃષ્ણ એટલે એકવીસમી સદી ના ઈશ્વર
બધા જ અપવાદો નો વિશિષ્ટ સમૂહ એટલે કૃષ્ણ
યુધ્ધ ટાળવાના તમામ પ્રયત્નો પછી પણ જો યુદ્ધ અનિવાર્ય હોય તો તેને જીતવાના પ્રયત્ન કરે એ કૃષ્ણ
Intelligent છતાં Emotional God
જગત નો એક માત્ર તોફાની ઈશ્વર જે પોતાની અંગત દુઃખ ને ક્યારેય ગાયા વગર કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છ
કૃષ્ણ ચીર હરિ પણ શકે છે અને ચીર પુરી પણ શકે છે
કૃષ્ણ વર્તમાનના ઈશ્વર છે, આજના ઈશ્વર છે. હંમેશાં આજના જ ઈશ્વર રહેશે, વર્ષો, દાયકાઓ, સદીઓ પછી પણ. રિલેવન્ટ રહેશે.
જેલ માં જન્મ સાથેજ અપાર તકલીફો નો સામનો કરનાર વિપરીત પરિસ્થિતિ વચ્ચે, જોખમો વચ્ચે જીવન જીવે છે. જન્મથી મૃત્યુ સુધી અનિશ્ચિતતા સામે, અસંભવ સામે લડતો રહે છે. પરિસ્થિતિ સામે ઝઝૂમતો રહે છે. કૃષ્ણનું જીવન અંત સુધી ક્યારેય સંઘર્ષરહિત, સરળ રહ્યું જ નથી. કંસના વધ પછી કૃષ્ણ પોતે રાજા બન્યા નહીં,
વિશ્વ નો એક માત્ર ઈશ્વર જે સ્ત્રીઓ ને
સંપૂર્ણ સન્માન આપે છે તે સ્ત્રી ને બધાજ આયામો માં સ્વીકારે છે
દ્રૌપદી નો મિત્ર, સુભદ્રાનો ભાઈ ,રાધા નો પ્રેમી, રૂક્ષ્મણી નો પતિ, કુંતી નો ભત્રીજો, યશોદા,,- દેવકી નો લાલો
કૃષ્ણ એ ગાંધારી હો કે તુલસી
સ્વરૂપ વાન રાધા કે પછી કદરૂપી કુબજા બધીજ સ્ત્રી ઓ ને કૃષ્ણ એ સન્માન આપ્યું છે પ્રેમ કર્યો છે
ગોવેર્ધન પર્વત એકલા ઉપાડ નાર કૃષ્ણ ઉપાડવાનો યશ બધા મિત્રો ને આપે છે એક લિમિટ વટાવ નાર શિશુપાલ નો વધ કરી શકે છે ગરીબ મીત્ર ને મળવા દ્વારકા નો રાજા ઉઘાડા પગે દોડે છે
મહાભારત ના યુધ્ધ ની તમામ તૈયારીઓ પછી યુધ્ધ મેદાન માં અર્જુન હતાશ થઈ જાય છે પણ કૃષ્ણ પોતાનો મિજાજ ગુમાવતાં નથી અને ગીતા રૂપી જ્ઞાન આપે છે
કૃષ્ણ સંપૂર્ણ ફલેક્સિબલ હોવા છતાંય
સ્વચ્છન્દ નથીજ
યુદ્ધ ના મેદાન માં પોતાની પ્રતિજ્ઞા નો ભંગ કરીને પણ સત્ય ને પરાજીત થવા દેતા નથી
કૃષ્ણ ના બધાજ સ્વરૂપો પૂજાય છે
બાળપણ હોય કે યોગેશ્વર કૃષ્ણ આખા વિશ્વ માં પૂજાતા ઇશ્વર છે
કૃષ્ણ વિશે હજારો ગ્રંથ લખાય છે
આપણી તકલીફો માં રાહત મેળવવા કોઈ પાંખડી સાધુ બાવા પાસે જવાને બદલે કૃષ્ણ ને શરણે જવું ઉચિત છે
મારા મમ્મી એક ભજન ગાતા જેનો
"બોલ અર્જુન બોલ સહાય ક્યારે ન કરી" જેનો ભાવાર્થ એવો થતો કે કૃષ્ણે દરેક ને મદદકરીછે
પણ કૃષ્ણ જીવન પર પાઠય પુસ્તક
રીતે અલગ ભણાવવું જોઇએ
આલેખન- આકાશ પટેલ મોરબી