Gujarati Quote in Romance by vaibhav patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બાઈક લઈને તારા ઘર આવું,*
*અને હોર્ન મારી ને તને નીચે બોલાવું તો આવી જજે*
*પૂછવાનું નઈ " ક્યાં જઈએ છીએ?"*
*બસ, પાછળ બેસી જજે.*
*મોબાઇલ ની કઈ જરૂર નથી, નકામો ભીનો થશે,*
*એના કરતાં એને ઘરે જ મૂકી ને આવજે.*
*ચિંતા ના કર.*
*કઈ કામ હોય તો, મારો મોબાઇલ છે, પાછળ એવી રીતે બેસજે કે પેલા "મીરર" માં તું દેખાય મને.*
*અને મારી એક નજર રોડ ઉપર અને બીજી તારા પર રહેશે.*
*ચિંતા ના કર*
*બાઈક બીલકુલ સ્પીડ માં નહી ચલાવું.*
*હાઇ-વે ના છેક છેલ્લી લેન માં શાંતિ થી ચલાવીશ.*
*અને ટોલ નાકાથી સહેજ આગળ એક શાંત ખૂણા માં ઉભા રહીશું.*
*એક સ્ટ્રીટ લાઇટ ના આછા પ્રકાશ નીચે બાઈક ના ટેકા પર ઉભા રહીશું. વરસાદ ના ટીપાં ને તારા ચહેરા પર પડે તો પડવા દેજે,*
*અને તારા ગળા ને હું પરબ સમજી પાણી પીવું તો પીવા દેજે ..........*

*બસ મન ભરી ને એકબીજા ને માણી લઈએ*
*એક શબ્દ પણ નથી બોલવાનો*
*વરસાદ બંધ થઈ જાય તો ઝાડ નીચે પેલા પાંદડા માંથી ટીપાં પડેને, એની નીચે ભિંજાશું.*
*ભીની માટી અને તારી બંને ની મહેક ને આજે મન માં ભરી લઈશ હું*
*અને કોઈક ફૂટપાથ ના નાના ધાબા ઉપર જઈને ગરમ ચા ની ચૂસકી મારીશુ*

*જો આ ઠંડા પાણી થી હું ધ્રુજી પડું ને*
*તો મને સંભાળી લેજે.*
*તારા ઘર જઈએ ત્યારે ટુવાલ લઈને એક બીજા ના માથા કોરા કરી લઈશું.*
*ઘર જઈને તો વિક્સ લગાવવી જ પડશે.*
*અને કાલે ઓફીસ માં બંને ને અઢળક છીંક પણ આવશે*
*પણ આજે*
*બાઈક લઈને તારા ઘર આવું અને હોર્ન મારી ને તને નીચે બોલાવું તો આવી જજે*
*પૂછવાનું નઈ " ક્યાં જઈએ છીએ?"*
*બસ, પાછળ બેસી જજે.*

Gujarati Romance by vaibhav patel : 111239084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now