એક બસ રાજકોટ થી અમદાવાદ જહી રહી હતી.તેમાં ઘણા બધા મુસાફર સવાર હતા.વચ્ચે ના સ્ટોપ પર એક ભાઈ બે નાના છોકરા ને લઇ ને ચડ્યા.એ છોકરા એટલા બધા તોફાની કે બસ મા ચડતા ની સાથે જ બુમાં બુમ ચાલુ કરી ,કોઈ મુસાફર નો શર્ટ ખેંચે,તો કોઈ નો બેગ પર ચડી જાય.બધા મુસાફરો મન થી ખૂબ ચિડાયા. મન માં મન માં ઘણા વિચારો કરવા લાગ્યા આવા છોકરા ને ઘર ની બહાર ના કઢાય,એના માતા પિતા કાંઈ કેતા નહીં હોય એટલે બગડી ગયા છે એવા હજારો વિચાર બધાના મન ને ગુસ્સે કરતા હતા. અંતે એક મુસાફર થી રહેવાયું નહીં અને પેલા ભાઈ ને ગુસ્સે થી કહું તમે આને કાંઈક કહો,તમે આને કાંઈક ખિજાવ,ઠપકો આપો.કેમ કાંઈ કેતા નથી.પેલા ભાઈ ને મન ને મન બહુ દુઃખ થયુ ,થોડી વાર તો કાંઈ શબ્દ નીકળ્યા નહીં પણ બધા મુસાફરો ના પ્રશ્ન થી તેને ઉત્તર આપ્યો'ભાઈ મને માફ કરશો હું આને કાંઈ કહી નહીં શકું કારણ કે આના મમ્મી હમણાં જ કારમી રીતે મુત્યુ પામ્યા છે.બે દિવસ થયા રડતા હતા હમણાં જ હજી બધું ભૂલી થોડા રમતા થયા છે તમે જ કહો હું એમને શુ કહું.એકા એક બધા મુસાફરો ના મન પરિવર્તન થઈ ગયા.કોઈ એ તેને બોલાવી ચોકલેટ આપી.કોઈ એ ગાલ પર અડી વહાલ કર્યો.આનો ભાવાર્થ એ જ થાય છે કે બીજા ને ઉપર છલલું જોઈ કે વિચારી તેના પર મત ન બાંધવો જોઈએ.