Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Trapped in Toilet..3. (2જા ભાગથી આગળ)


નાનો હતો ત્યારે સાંભળેલું કે ગયા ભવ ના કર્મો ની સજા પણ આ ભવે ભોગવવી જ પડે..!
કેવાં કર્મ!! શું કર્યું હશે..! શું મેં કોઈને ટ્રેન ના બાથરૂમમાં પૂર્યા હશે!!??

"ખાટાક" કરતા આવેલા એ અવાજે અમુક ક્ષણ માટે તો મને ખુશ કરી દીધો, પણ એ ખુશી વધુ વાર ન ટકી, ત્યારે મને સમજાયું કે જોર કરવાથી કશું મળતું નથી, એ સંસાર હોઈ સમાજ હોય, કુટુંબ હોય કે ...........
અરે!! હું તો ભૂલી ગયો, આ સામાજિક લેખ નથી, આ તો હાસ્ય લેખ છે, માફ કરજો..!!

હા, જોરથી કશું થતું નથી ભલે એ ઘરના બાથરૂમનો દરવાજો હોય કે રેલવે ના..!

સાલો દરવાજો..! એ તો ન ખુલ્યો પણ હેન્ડલ મારા હાથમાં આવી ગયું. હવે મારો ગુસ્સો સાતમાં આસમાને હતો અને એ ગુસ્સાનો સૌથી પહેલો ભોગ બન્યું તે હેન્ડલ..! કર્યો ઘા હેન્ડલ નો, ગયું સીધું પોખરામાં થઈ નીચે.
એ પણ ખ્યાલ હશે જ આપને, રેલવે ના બાથરૂમના પોખરાનું, કાણું!! આમતો બખોલ કહી શકાય!! ક્યારેક તો વિચાર આવે સારું છે થોડું નાનું છે!! નહીંતો ભૂલથી ગરકાઉં થઈ જવાય.

બિચારું હેન્ડલ, એનો તો બિચારાં નો કોઈ વાંક ન હતો, પણ ત્યારે બીજું કશું સૂઝયું નહીં.
પણ હવે?? બાકી રહી તેની ત્રણસોસાઠ ડિગ્રીએ ફરતી ચલકી!! ખબર નહીં શું કહેવાતું હશે તેને, પણ એ પકડતાં ફાવે નહીં, જેમતેમ પકડી પ્રયત્ન તો કર્યો પરંતુ સફળતા ન મળી.
મને વિચાર આવ્યો કે મદદ માટે બરાડા પાડુ, પણ શરમનો માર્યો હું એ ન કરી શક્યો!!
મને લાગ્યું થોડી વારમાં કોઈ મોટો રોડો આવે અને કદાચ દરવાજો તેની જગ્યા છોડે, એમ વિચારી મને થોડીવાર રાહ જોવાનું ઉચિત લાગ્યું, હું એક ખૂણામાં બેસી ગયો, વાતાવરણની ઠંડકની કોઈ અસર ત્યાં ન હતી અને હું પરસેવે રેબઝેબ થવા લાગ્યો.
અચાનક મને યાદ આવ્યું કે બારીમાંથી કોઈને ઈશારો કરી શકાય!!
બારી પાસે ઉભો રહી ખૂબ પ્રયત્ન કર્યો તેને ખોલવાનો પણ એ બારી પણ ખોલી ન શકાય એવી હતી, એ સેફટી માટેની વ્યવસ્થા આજે મને અનસેફ લાગી રહી હતી, વિચાર આવ્યો કે એક ઇમરજન્સી વિન્ડો બાથરૂમમાં પણ હોવી જોઈએ!!

અરે પેલું હેન્ડલ જો ફેંકી ન દીધું હોત તો એના આધારે પણ કશું કરી શકાયું હોત!! જેમતેમ કરી તેમાથી એક એલ્યુમિનિયમ ની પટ્ટી કાઢવામાં મને સફળતા મળી, મનને થોડી રાહત મળી.
હવે બસ ઇંતજાર હતો કોઈ સ્ટેશન આવવાનો હું બારીવાટે આશાભરી દ્રષ્ટિએ જોતો રહ્યો.

'દુષ્કાળમાં અધિક માસ' એ કહેવત સાચી જ છે એમ હું છાતી ઠોકી કહી શકું!!

થોડી વારે ટ્રેન ધીમી પડી..!
મને લાગ્યું નક્કી કોઈ સ્ટેશન આવી રહ્યું છે, મારી આ બાથરૂમ કેદ ની સજા પૂર્ણ થશે અને હું અહીંથી સ્વતતંત્ર થઈશ એ વિચારે મારું મન મોર બની નાચવા લાગ્યું.!!
અને ટ્રેન ઉભી પણ રહી ખરી, પણ એ જાણીને કે એ કોઈ સ્ટેશન ન હતું ફક્ત અવાવરું ક્રોસિંગ હતું!! મારાં મનના થનગનાટ કરી રહેલ મોરના બધાં પીંછાં ખરી ગયાં.!!

ક્રમશઃ.

Gujarati Story by Parmar Bhavesh : 111238826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now