જયારે મનની ડાયરી ખોલુ છું
કેવળ એક નામ ઉભરી આવે છે
એને વાંચતા જ ઊર્મિ ઝણઝણે છે
મનવીણા. મધૂર ગીત ગણગણે છે
અટકી જાય છે વાયરો. વસંતી
મને દૂર-સુદૂર લઇ જાય છે
મઘમઘતા. સ્મરણશા. વનમાં
મારા પોપચાં માદક ઘેનથી બિડાય. છે
ઓચિંતા મુલાયમ કર સ્પર્શની
અનુભૂતિ થાર છે આવે છે સુખનું મોજું
ને હું માણુ છું સેલારાની મસ્તી
સાથે તારૂ સાંનિધ્યમિત્ર!
એક દા
પ્રભાતે
પામરતુ. પુષ્પ જોયું
દિનભર વૈભવ માણે
અસ્ત ટાણે
સમેટે જીવન લીલા
જોયું ઝરતુંય હસતું. હસતું
મેં પૂછયું
આ શો ઇલમ છે?
પુષ્પે કહયું
ખીલતા પહેલા પહેલા જાણી. લીધું હતું સત્ય
ખીલતા પહેલા જાણી લીધો હતો મર્મ
"ઇદમ્ ન મમઃ" એટલે
હસતું હતુંખીલવા ટાણે
હસતું હતું ખરવા ટાણે!
તું
બદલાયો હરિ
યુગે...યુગે
હું પૂછું એટલું કે
કેમ? કેમ?
મત્સ્ય, કુર્મ, વરાહ
નરસિંહ, વામન
પરશુ- રામ
બુધ્ધ,મહાવીર, કૃષ્ણ
તારો સંદેશ એ જ હતો
કે ડૂબતાને. તારો
અસત્યને ડૂબાડો
સત્યના. માર્ગે ચાલો
પ્રેમ, શાંતિ, ક્ષમા, કરૂણા
આ તત્વો જીવનમાં વણો
એને છીવન સહારો બનાવો
પણ તારી આ શીખ
તારા આ પાઠ
ઊલટો શીખ્યો છે
તારો માનવ. શિષ્ય!