*મન મોહક*
સૂરજની રોશનીને
સંકેલી મન મોહક
પૂનમની ચાંદની રાત
ધીરે ધીરે આકાશમાં પ્રાગટ્ય
થઈ રહી હતી,
પૂનમની ચાંદની આકાશમાં
સંઘર્ષ કરતાં વાદળો સાથે
પકડદાવ રમી રહી હતી,
આંખો મારી
ઝબુક ઝબુક થઈ
ઓઝલ થતાં અજવાળા વચ્ચે
ચમકતાં તારાઓ માફક
મુખમુદ્રા પર
ચમકવા મથતી હોય એમ ધીરે ધીરે એ તેજને વિદાય આપતાં હતાં,
પૂનમની ચાંદનીનું
લહેરાતાં પાણીમાં પ્રતિબિંબ
ઝીલી કદાચ મારામાં
થોડોક રહી ગયેલા તને,
હું બસ મારામાંથી,
મારી સ્મૃતિનો દરિયો
ઉલેચ્યા કરતી રહી.
-આરતીસોની©રુહાના.!