Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બીજો ભાગ, Trapped in toilet

ઠીક છે તો સાંભળો..!
દિવાળી આસપાસ નો સમય હોવાથી ખરા બપોરે પણ એકદમ ઠંડક ભર્યો પવન વહી રહ્યો હતો, ચારે બાજુ લીલાંછમ ખેતરો વચ્ચે લોકલ ગતિએ મતલબ કે ધીમી ગતિએ આગળ વધી રહેલી એ ટ્રેનમાં, આખા ડબ્બા માં માત્ર પંદરેક મુસાફરો હતા, જેમાંથી એક હું પોતે ભાવેશ પરમાર..! હતો, ખાલીખાલી સીટ પર આરામ કરી કરી કંટાળી ગયેલો હું દરવાજે જઈ બેસી ગયો અને એ ઠંડા પવન ની મજા લઈ રહ્યો હતો, એ ઠંડા પવન ને કારણે શરીરમાં ઠંડક વધે અને તેના કારણે અંદરના પાણી પર કુદરતી દબાણ પણ વધે જ,  તો એ દબાણ અનુભવાતાં અને તેનાથી હળવું થવા મેં બાથરૂમ માં સહજ પ્રવેશ કર્યો અને અંદરથી લોક કરી મારુ કાર્ય પતાવ્યુ.
પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ બહાર નીકળવા માટે એ બાથરૂમના દરવાજાને મેં હળવા પ્રેમથી ખોલવા પ્રયત્ન કર્યો, પણ કદાચ જુનવાણી ડબ્બા નો એ તોતિંગ દરવાજો પ્રેમની ભાષા નહીં સમજ્યો હોઈ એવું લાગ્યું, મેં પ્રેમનું જોર થોડું વધાર્યું, તો પણ એ લોખંડી દરવાજો ટસથીમસ ન જ થયો, હવે મને લાગ્યું એ સાહેબ પ્રેમથી નહીં સમજે માટે મેં થોડો વધારે યત્ન કર્યો છતાં પણ હલ્યો નહીં, જો કોઈએ જુનવાણી લોકલ ડબ્બામાં મુસાફરી કરી હશે તો એમને ખ્યાલ હશે, અંદરથી ખેંવાના હેન્ડલ ની હાલત પણ જુનવાણી ડબ્બા જેવી જ હતી, મેં ડરતાં ડરતાં એ હેન્ડલ ખેંચ્યું, હા, પહેલાં તો હું બધું કામ પ્રેમથી જ કરું, પણ આજે મારો પ્રેમ નાકામિયાબ નીવડ્યો..!
હું રહ્યો મૃદુ હ્રદયી એટલે ગુસ્સો બહુ જલ્દી ન આવે, અને આવે તો જલ્દી શાંત ન પડે.!! ત્યાં પણ એવું જ થયું.

મેં મારી હતી એટલી તાકાત લગાવી એ હેન્ડલ પર અને જાણે કે મારો કોઈ દુશ્મન સામે હોય અને તેનો સર્ટ ખેંચતો હોઉં એમ ખેંચ્યું!!  અને "ખાટાક" કરતો એક અવાજ આવ્યો.
મને લાગ્યું, હાશ ખુલી ગયો..!
પણ, એવું તો માત્ર મને જ લાગ્યું, દરવાજાને નહીં..! એ તો એમજ અડીખમ ઉભો હતો જેમ ઉપરી અધિકારી ના હુકમ વગર નો સૈનિક સાવધાન ની સ્થિતિમાં ઉભો હોય.
એ દરવાજો તો જાણે કે મારી સામે સામીછાતીએ હસી રહ્યો હતો, હા..! ચાલુ ગાડીના અવાજ માં મને એનું અટ્ટહાસ્ય એકદમ ચોખ્ખું સંભળાઇ રહ્યું હતું, જાણે કે મારા પર જ હસી રહ્યો હતો અને કહેતો હોઈ, "કેમ ભાવેશભાઈ કેવા બરાબરના સલવાયા છો ને..!! કરો મફત મુસાફરી, બનો ખુદાબક્સ..! લો મફતની મજા..!લો..!"

પણ હવે!! હવે શું!! કેમ ખુલશે દરવાજો!!

**** ક્રમશઃ ****

Gujarati Story by Parmar Bhavesh : 111237898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now