એકડે એકથી શરુ કરીએ જીવન જીવવાનું.
ઇશ કરી સારથિ શરુ કરીએ જીવન જીવવાનું.
આમ તો પચાસ સુધી જાય છે શીખવામાં,
આતમ મથી મથી શરુ કરીએ જીવન જીવવાનું.
ક્યાં હતો સમય ત્યારે મનોમંથન કરવાનોને,
લૈ અનુભવ પોથી શરુ કરીએ જીવન જીવવાનું.
ક્યારેય મોડું નથી જાગી જનાર વ્યક્તિ માટે,
છોડી આપણી ગ્રંથી શરુ કરીએ જીવન જીવવાનું.
ઇશ પણ થશે રાજી જાગ્યે સવાર માનવાથી,
ત્યજી વૃત્તિ ' નથી' શરુ કરીએ જીવન જીવવાનું.
સામે આશાવાદ અડીખમ સફળતા આપનારો,
કર્મપથના થૈને પંથી શરુ કરીએ જીવન જીવવાનું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.