રક્ષાબંધન ના પવિત્ર પર્વ નિમિત્તે મારા તથા મારા પરિવાર વતી આપ સૌ મિત્રો ને શુભકામનો..???
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક એટલે રક્ષાબંધન પર્વ છે.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય..!!
બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥