એટલા અમથા ગુનામાં કાપશો ના આંગળી,
વાંક મારો એટલો કે મેં વગાડી વાંસળી.
શું કસમ આપી હતી ઉપવન તને એવી અહીં,
કે રડે છે ફૂલ,માળી,ઝાડ ભમરો ને કળી.
પૂછવા આવ્યો મને તારો ધરા પર રાતના,
હું વિચારું છું હજી કોની દુઆ આવી ફળી.
કેટલો એણે મને પજવ્યો હશે કે એ પછી,
આજ તો તોડી જ નાંખી મેં સમયની પાંસળી.
ભૂખ કેવી આંખમાં એણે ભરી કે એ પછી,
નાચતા જોઈ હતી ખાલી હતી એ તાંસળી.
જિગર ઠકકર 'ગઝલનાથ'