Gujarati Quote in Blog by Hitesh Rathod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાધારણ દીસતું એક ખેતર
આપણને માત્ર ખેતર લાગે,
તથાપિ કોઈ ચિત્રકારની નજરે એ
એક સુંદર કુદરતી દ્રશ્ય હોઈ શકે.
મેલા-ઘેલાં, લઘરવઘર ગાભામાં વિંટાયેલ
ગ્રામીણ-કન્યા તરફ તમે કદાચ નજર ના કરો
પણ એક કવિ કે પેઈન્ટરને તેમાં
કોઈ અલ્લડ ગામડિયણ ગોરીના
દર્શન થાય એ બનવા જોગ છે.
સુંદરતાને ચાહવું એ સારી વાત છે,
પણ માત્ર સુંદરતાને જ શા માટે ચાહવી?
કોઈ સાધારણ વ્યક્તિ કે વસ્તુને પણ ચાહીએ
અને પછી જોઈએ કે એ વ્યક્તિ કે વસ્તુ
આપણને કેટલી સુંદર લાગે છે.
સુંદરતા આપણી નજરમાં હોય છે,
વ્યક્તિ કે વસ્તુમાં નહી.
કોઈ સુંદર છે માટે એને ચાહીયે એમ નહિ
તમે કોઈને ચાહો એટલે એ સુંદર લાગવા માંડશે..
પેલી પંક્તિની જેમ જ તો:
તું ભલે સુંદર નથી પણ..
હું તને ચાહી-ચાહીને સુંદર બનાવી દઈશ...

Gujarati Blog by Hitesh Rathod : 111235568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now