સંબોધનો હંમેશા માત્ર ને માત્ર
સંબોધન જ નથી હોતાં,
સંબંધો બનાવવા કે ન બનાવવા
એ આપણા જ હાથ માં નથી હોતા.
કોઈને જોઈને જે લાગણી ફૂટે હૃદયમાં
તેના પર કોઈ નિયંત્રણ નથી હોતાં,
બંધાઈ જવાય છે આપોઆપ જ એમાં
એના માટે કોઈ દોરડાં નથી હોતાં
આપણે તો આવ્યાં જ હતાં એકલાં
અને એકલાં જ જવાના છીંએ,
પણ ખાલી હાથે આવેલા બધાંના
જતી વખતે હાથ ખાલી જ નથી હોતા.
ઘણી વાર લાગે કે કેમ ભરોશો કરવો
અહીં કોઈ કોઈના ઓળખીતા નથી
જેમ ચાર આંગળી સરખી નથી
એમ બધા માણસો પણ સરખા નથી હોતા.
એવું નથી કે ઉપરથી જ નક્કી થાય છે
આપણો પણ વિચાર પુછાય છે,
"આર્યમ" તમે ભલે ચાહો ન ચાહો
બધે ફક્ત તમારા જ અધિકારો નથી હોતા.
"આર્યમ્" આભાર