નવા_દુઃખો૪_સીઝન૩
દુઃખો થી મુક્તિ માટે કાલે જ મારી ફ્રેન્ડ અે મને કહ્યું કે ચાલ, શહેર માં મુક્તિ બાબા આવ્યા છે, અે બધા ના દુઃખો દૂર કરે છે.
ચાલો તો ! વાર શેની ? તરત અમે મુક્તિં બાબા પાસે પહોંચ્યા. એમણે મને કહ્યું , બોલ બચ્ચાં, તુઝે ક્યા પ્રોબ્લેમ હૈ ? મૈં ચપટી મેં હુ હી દૂર કર દુંગા. મેં ચપટી વગાડી. દુઃખો કંઈ દૂર ના થયા. મેં કહ્યું, બાબા ઈલાજ બતાઓ, મુજે બહુત દુઃખ હૈ.
એમણે કહ્યું , બચ્ચા, તુ સમોસે મેં કોણ સી ચટણી ખાતી હો ? લાલ યા હરી ? મેં કહ્યું, લાલ..તો કહે અચ્છા, ઇસિલિયે તું દુઃખી હૈ. અબ સે લીલી ખાધા કરો. મેં કહ્યું, બસ આટલું જ ? આના થી દુઃખો જતાં રહેશે ?
તો કહે કે ના ! ઔર ભી એક ઉપાય કરના પડેગા. જમીન પે નીચે પડે હુયે ફૂલ તુમ ભેગે કર્ કે એક થાળી મે રખના. ફિર યહાં સે સીધા જાના ઔર એક ઘાયજે કી દુકાન આયેગી, વહાં સે ડાબી બાજુ વળ જાના ઔર ઉસકી બાદ વળ કે નહીં દેખના., નહીં તો દુઃખ ડબલ હો જાયેંગે. વહાં જો પીપલ કા પેડ આયે ,વહાં યે ફૂલ ચડાના.
હું તો ફૂલ લઇ ને ચાલી ચાલી ચાલી..., મેરે ટાંટીયા કી કઢી હો ગઈ પણ પીપલ નું પેડ ના આવ્યું. ત્યાં કોકે બુમ પાડી. અરે તમે અહીં ક્યાં થી ? અને મેં પાછળ વળી ને જોયું..
અરેરે , હવે દુઃખો ડબલ .. ક્યાંય છુટકારો જ નહી. હવે દુઃખો થી છુટવા બીજું શું કરીશ અે જાણવા વાંચતા રહો નવા દુઃખો..