આમ તમે જુઓ તો બધું એકનું એક જ છે ધર્મ અને વિજ્ઞાન પણ ક્યાંક જઈને એક થઈ જાય છે આપણે જ એને સમજવાની દ્રષ્ટિ નથી કેળવી શકતા!
ભણેલો માણસ તર્ક કરશે, એ ભૂખ્યો રહેશે વજન ઉતારવા, શરીરને નિરોગી રાખવા જ્યારે ધાર્મિક માણસ જે તે ભગવાન માતાજીમાં વિશ્વાસ કરીને વ્રત/ઉપવાસ કરશે..અને એ પણ ભૂખ્યો રહેશે.
ફાયદો તો બંનેને થવાનો જ છે પણ...,
તર્ક કરનાર માણસનું ફક્ત શરીર સુધરશે જ્યારે ભગવાનમાં આસ્થા રાખનારાનું મન પણ સુધરશે..! કોઈ અલૌકિક શક્તિ તમારી સાથે છે એ વિચાર જ તમારામાં એક નવો આત્મવિશ્વાસ જનમાવી જાય..!
વરસાદી સવારમાં, ચાની ચૂસકી સાથે આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?