Gujarati Quote in Poem by Umesh Tamse

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાયમી ખુદને જે મળતા હોય છે,
એજ માનવ રોજ હસતા હોય છે.

કાંઇપણ એ ના સમજતા હોય છે,
પ્રેમમાં જે કોઈ પડતા હોય છે.

હોય ના વિશ્વાસ જેને ખુદ ઉપર,
જિંદગીભર એ તો રડતા હોય છે.

જે અહમ રાખે નહીં ક્યારેય પણ,
એ બધાંને પ્રેમ કરતા હોય છે.

સત્ય જીવનનું જે જાણે છે અહીં,
મુક્ત રીતે એ જ ફરતા હોય છે.

જે વિચારો શુદ્ધ રાખે છે સદા,
ઈશના દિલમાં એ વસતા હોય છે.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Poem by Umesh Tamse : 111232872
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now