Gujarati Quote in Poem by Dipak Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘મારી મા માટે’
કવિ : સેન્દોર વોરેસ
અનુવાદ: દીપક રાવલ
(અંગ્રેજી અનુવાદ ‘For my mother’: એડવીન મોર્ગન)
*
સમૃધ્ધ છલકાતી ડાળ, તું,
મારી મા
મારા જીવનની સર્વ પ્રથમ નારી
મોટી હુંફાળી ફૂલોની પથારી ,
નરમ ઓશીકું
પરોઢના ઝાકળથી
છલકાતો પ્યાલો

તારામાં હું પામ્યો
મારો પ્રથમ આશ્રય
મારી છાતી ધબકે છે
તારી છાતી સાથે ,
હું અને હું-નહિ વચ્ચે
કોઈ અવરોધ નથી
હું અને વિશ્વ
એક હતા એક તારામાં

મારા સ્વપ્નો પાછું વળીને
જુએ છે તારા વળાંકો અને ઉપસાગરોમાં
મારા સ્વપ્નો પાછું વળીને
જુએ છે તારા વળાંકો અને ઉપસાગરોમાં

સંગેમરમરની પ્રતિમા
મારી મા
મારા જીવનની વિરાટ નારી,

તારી આંખો ચળકે છે નીલમ જેવી
સ્પષ્ટ અને ઝીણી
તારા ભૂરા વાળ, ડહાપણથી રક્ષિત
અસલ ચળકતા

માત્ર તારા ચહેરા પર
સખત વિકસેલા પડછાયા
બપોરના સખત આકાશ જેમ
બાજ દ્વારા અવરોધાયેલા

મારું પ્રથમ સુંદર રમકડું
મારી મા
મારા બાળપણની
મોંઘેરી નારી
તે મને આપેલા તારુણ્યે
મારી આંખોમા રહેલા આદરે
તારી અસ્થિર આંખોમા
મને ભેળવી દીધો
મને આશ્ચર્ય થાય છે: ‘શા માટે તેણે મને આપ્યા
જીવન અને પ્રેમ
સાથે કોઈ
શાશ્વત જીવન વિના ?

મેં એને મારી નાખી અને દાટી દીધી
એટલુ જ હું જાણું !
શા માટે તેણે મને જાહેરમાં
ઉઘાડો ના પાડ્યો ?’

જે કિશોરાવસ્થા તેં મને આપી;
મને ભેળવી દીધો
મારા પુરુષ હૃદયે તને ફરી ખોળી કાઢી
મક્કમ અને સ્થિર

મારા પુરુષ હૃદયે ખોળી કાઢ્યું તારું હૃદય
તારી છાતી
ઋણી છું હવે ક્ષણ, વર્ષો
અને મૃત્યુ સુધી.
મારા સ્વપ્નો તણાય છે પાછા
તારી ભુજાઓમાં
મારા સ્વપ્નો તણાય છે પાછા
તારી ભુજાઓ મા ......
ઓજસ્વી ઘર, સુંદર ધજા
મારી મા
મારા પ્રારબ્ધની અચળ
નારી
એકવાર આ સમગ્ર જીંદગી નિચોવાઈ જશે મારામાં
સાંગોપાંગ
સમગ્ર રીતે જોતા હું મૃત્યુ પામીશ
અંતે તો તારામાં જ .
**

Gujarati Poem by Dipak Raval : 111232801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now