Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ આવે છે નવી, જૂની બહારો જાય છે;
એક પછી એક આમ વાસંતી સવારો જાય છે.

છે અચળ,રોચક,અકળ રહસ્યો ભર્યા છે ભીતરે;
આ ધરા પરથી અલૌકિક કૈંક નજારો જાય છે.

કાળજી લીધી હતી જોખમ ઉઠાવી જીવની,
ઠાઠડી પર શબ મુકી જીવ બે-સહારો જાય છે.

પોતપોતાની બધી તાકાત પર નિર્ભર રહે,
એકને મળશે તો બીજાનો ઈજારો જાય છે.

કોઈને દેખાય પંખી, કોઈને ખાલી નયન;
કોઈ લક્ષ પર, કોઈના ખાલી પ્રહારો જાય છે.

-અશોક વાવડીયા

છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111232391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now