ગેરકાયદેસર દારૂ વેચાણના અડ્ડા, એના ખૂણે ને ખાંચરે સ્થપાય.
દારૂથી ભરેલી ટ્રકો ત્યાં દર અઠવાડિયે લગભગ ૪ ઝડપાય.
પણ ગુજરાતમાં કાયદેસર દારૂનું વેચાણ! એવું તો ના બને ભાઈ!
રાજાઓ, વૅકેશનોમાં, ગુજરાતીઓ આબુ-દીવ-દમણ લાગી જાય.
ફોરેઇનસ્થિત એમના સાગા પાસે વારે-વારે દારૂ મંગાવાય.
કેમ કે ગુજરાતમાં કાયદેસર દારૂનું વેચાણ! એવું તો ના બંનેને ભાઈ!
કહેવાય છે કે,
કાયદેસર દારૂના વેચાણથી, ગુજરાતની વર્ષોથી સ્થપાયેલી શાંતિ જતી થાય.
વળી સાબરમતી આશ્રમના સ્થાપકનું માન ય ના જળવાય.
એટલે ગુજરાતમાં કાયદેસર દારૂનું વેચાણ ના થઇ શકે ભાઈ!
ભલેને ગુજરાતના યુવા મુંબઈ, પુણે, કોલકાતા જઈ સ્થાહી થાય.
ભારતનો સંવિધાન,
ભલેને દરેક યુવાનને ઇચ્છાનુસાર નિર્ણય લેવાની અનુમતિ ગાય.
આ ગુજરાત છે ભાઈઓ! કાયદેસર દારૂનું વેચાણ અહીંયા ન તે ન જ થાય!