મધુર મલકાટ
ભાગ : ૨
બહાર ઉભી ઉભી તે આવતા જતા યાત્રીઓ ને જોઈ રહી હતી.ધડકનો કંઈક જુદી જ રીતે ધડકી રહી હતી..ત્યાંજ દૂરથી
પરિચિત ચહેરો દેખાયો...એજ ચાલ એજ ચમકદાર ચહેરો
ને અલગ જ પ્રભાવિત અદા.આવી સેકહેન્ડ કરી..ધીરે થી
બોલ્યા ડો.રીમેશ*તારી આંખો જોઈ કવિતા રચવાનું મન થાય છે* આજે તો કહી જ દઉ મીરા મનોમન બોલી રચી કાઢો ને...પણ એજ મલકાટ ચહેરા પર આવી ગયો.
બન્ને ઘરે પહોંચ્યા બગીચામાં બેઠા અને ચા પાણી પત્યા
ત્યાં સાંજ ઢળવા માંડી હતી તેથી અંદર ઘરના દીવાનખાના
મા જઈ બેઠા. મીરાંએ એકવાર જમીને જવા કહ્યું પણ રીમેશ જાણે કે કઈ કહેવા આવ્યો છે પણ બોલી નથી સકતો એવું મીરા અનુભવી રહી...તે અંદર તૈયાર થવા ગઈને અચાનક શું બન્યું કે રીમેશ પાછળ જ આવી ઉભો રહ્યોએક પણ શબ્દ ન બોલતા એક મલકાટબન્ને ના ચહેરા પર ...ને ડો.રીમેશ પાછા ફર્યા મીરા ને થયું ...પાછળથી જઈ વળગી પડુ ...પણ અચાનક જ થંભી ગઈ.ત્યા બન્ને એક સાથે બોલી ઉઠ્યા તારો *મલકાટ* હજુ એવોને એવોજ છે....ને બાંધ તૂટી ગયો...એકબીજાની બાહોમાં સમાય ગયા...ને સમય ને ખબર જ ન રહી...! સમય વીતી
ગયો..હવે ડો.રીમેશ ના ન બોલી સક્યા.સવારે ડો.મીરા ને ડો.રીમેશ માળીકાકા ને મળવા હોસ્પિટલ ગયા. માળીકાકા ના ચહેરા પર એજ પણ વરસોના પ્રેમના સાક્ષી હોવાનો *મલકાટ* હતો.આજે તો મીરા બોલી ઉઠી કવિતા રચાય ગઈ.....માળીકાકા..! મધુર *મલકાટ*સાથે ડો.મીરા હવે ડો.મિસિસ રીમેશ બની ગઈ હતી.
જયશ્રી.પટેલ
૧૩/૩/૧૯