ચાલુ ને પાછા ફરી આવીયે
એ જુના દિવસો ને ફરીથી જીવી આવીયે
એ સ્કૂલની જૂની દિવાલને
ચાલને ફરીથી અડિને આવીયે
જેના પર કયારેક આપણી
દોસ્તી નું નામ કોતરાયું હતુ
તે દિવાલને ચાલને ફરીથી જોઇ આવીયે
ચાલને પાછા ફરી આવીયે
એ આપણી સ્કૂલની બેંચ
જેના પર કયારેક આપણે તબલા વગાડતા હતા
ચાલુ ને આજે ફરીથી ત્યાં તાલ મેળવવા જઇ આવીયે
ચાલને પાછા ફરી આવીયે
જીવવા માટે અત્યારે બધું જ છે
પણ એ પાછળ છોડાઇ ગયેલા મિત્રો ને ચાલને પાછા શોધી લાવીયે
ચાલને પાછા ફરી આવીયે
એ જુના દિવસો ને ફરીથી જીવી આવીયે
હેમાંગી