સહિષ્ણુતા.....
તેણીને અર્થશાસ્ત્રમાં દાખલો સમય ચૂકી જવાથી ન મળ્યો. હવે શુ કરવું ? ઈન્ડિયન કલચર -ભારતીય પુરાતત્ત્વ સંશોધન - માં દાખલો મળી ગયો. કે.કા.શાસ્ત્રી ને હરિપ્રસાદ શાસ્ત્રી જેવા મહાનુભાવો ના હાથ નીચે સફર શરૂ થઈ.અમારા દરેક સર અમારે માટે ખૂબ જ પ્રેમાળુ ને સારા માર્ગદર્શક હતા.ઘર છોડ્યું
ત્યારે દુનિયા નાની હતી ને હવે વિશાળ.
એક વરસની મૈત્રીમાં હુ અને પલ્લવીજાની
એવા મૈત્રી સંબધ થી જોડ્યા હતા કે તેના પિતા
જેને અમે “ભઈ”ના નામે સંબોધતા તે અને તેની માતા ને “મા” તરીકે તેઓ એ આસરો આપ્યો .સગપણ કાંઈ જ નહિ છતાં એક યુવાન દીકરી પર વિશ્વાસ મુકાયો.ટ્યૂશન મળ્યાને ,બાર માઈલનું સાઈકલિંગ ને ભણવાની ધગશ..ગુજરાત કોલેજમા કે.કા.શાસ્ત્રી ની સલાહ થી સવારના લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો.સમય નો હવે અભાવ પડવા લાગ્યો.પણ ધગશ ન તૂટી. એજ અરસામાં હોસ્ટેલમાં જગ્યા મળી ને “મા” નો સાથ છૂટ્યો પણ એમની ભાવના એવી ઘર
કરી ગઈ કે પછી જીંદગી માં ઘણા વિદ્યાર્થીઓને મારી છત્રછાયા મા મુંબઈમાં મારા હાથ નીચે ભણ્યા ત્યારે મા નું ઋણ ચુકવ્યાનો સંતોષ મળ્યો.
વચેટકાકા ને જાણ થતાં સાબરમતી કેશવનગરમાં હોસ્ટેલમાંથી સ્થળાંતર થયું.
જીંદગી મા નવો વળાંક દાદીમાં ખૂબ કડક
તેથી રસોઈ બનાવી ને ,ટ્યુશન કરીને કોલેજ
નું સમતોલન જાળવવાની ને જીંદગીજીવવા
નું શીખવા માંડ્યું ક્યારેક વીખરાયેલા મિત્રો ની
યાદ તો ક્યારેક મમ્મી ને પપ્પા ને ભાઈની યાદ
ખૂબ આવે..ગજવામાં ચારજ આના હોયતો
ક્યારેક સાઇકલમાં હવા ઓછી હોય,ક્યારેક શિયાળાની રાતે કોલેજથી ઘરે જતાં અમદાવાદની કાતિલ ઠંડી નડે..ઘોર સૂમસામ રસ્તા પર ટ્રકવાળાનો ડર લાગે..પણ એક ધગશ મારે ભણવું છે. મમ્મીને મનીઓર્ડર કરૂ તો આનંદ થાય હવે એની પાસે એના પૈસા હશે.પપ્પા ચિત્રકાર પણ નરસિંહમહેતા..
ઘણીવાર વાડજથી પગપાળા સાબરમતી
સંઘ કાઢવો પડે..પ્રથમવાર સ્કોલરશીપ મળી
ખૂબ ખુશી થઈ ને આર્થિક સંકડાશ ઓછી
થઈ. પુરોહિતની સેન્ડવીચ ખાઈ પાર્ટી કરી
હતી.કોલેજની સામે એક્સપ્રેસો કોફી પીધી
ને ટાવરીંગ ઈનફર્નો સિનેમા જોયું .વરસ પૂર્ણ
થયું .નવા મિત્રો બન્યા ને ખાસ મિત્રો થી હવે
દૂરી વધવા માંડી.
બીજા વરસની પણ સુંદર શરૂઆત થઈ.
મૂર્તિશાસ્ત્ર ને મુદ્રા ભણવી ગમતી. ભરૂચ ના પાડોશીનો ભાણિયો દીપક નાનો પણ સાથ સારો આપતો,એમતોફોઈના દીકરા ગિરીશનો
પણ ખૂબ સાથ હતો.મુદ્રા ભણતા જ “તર્જની”
નામ ખૂબ ગમ્યુ ..ભવિષ્ય માં મોટી દીકરીનું
નામ પડ્યું.ભણતા ભણતા અંતિમ તબક્કે
ફરી જીંદગીએ વળાંક લીધોને સ્કૂલમિત્ર ને
ભૂલી માપાપાની પસંદગી પર મહોર વાગી
ને મુંબઈ ના સારા ઘરમાં વિદાઈ થઈ.પરીક્ષા
બાકી હતીને ,સપનું પણ બાકી હતું ને શુ થશે
નો વિરાટ પ્રશ્ન પણ..!
મિલન સારા મિત્ર બન્યા પણ હક કરનાર પતિદેવ..પરીક્ષા શબ્દ બોલવા જાઉ ને વાક્યરચનાને પૂર્ણવિરામ.શું જરૂર છે?નોકરી કયા કરવી છે??વગૈરે..માબાપ જેવા સાસુસસરા મળ્યા હતા.બધુ સુખ પણ ભણતર રખડી પડશે.!કિનારે પહોંચેલી નાવ ડૂબી જશે?ને એક દિવસ “સહિષ્ણુતા “તૂટી ગઈ જે બે વરસથી પડેલી તકલીફો ભૂલાવીનેઆંખોમાંથી અશ્રુ રૂપી વહેવા લાગી. પિતાતુલ્ય સસરાની અનુભવી આંખો સમજી ગઈને તેઓ એ પરીક્ષા આપવા જવા માટે વિમાન ની ટિકિટ કઢાવીને..પતિદેવના અબોલા લઈને પંદરદિવસ માં આવનાર અંતિમ પરીક્ષાને
સર કરવા પહોંચી ગઈ.
ધન્ય એ તાતને જેણે સસરા નહિ પિતા
બની મારી સહિષ્ણુતા ને સમજીને મને મારા
જીવન સાથે જોડી દીધી...એજ પછીના વરસો
મા મને દ્રઢને મક્કમ બનાવીને મિલનના રથની
સારથી બનવાનું શીખવી ગયા.માની સહજતા
ને સસરાની દ્રઢતા મને આખરે એમ.એ. પાસ
કરવામાં સાહિત્યને કલમની સંગી બનાવી
દીધી ...