Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટાળવી છે ઘાતને વાળી પળોંઠી મેં,......ટળે.?
આમ બસ બેસી રહીને ના વગર શ્રમનું મળે.

મન અદેખું, જીવલો આતુર ફર્યાફર એ કરે,
હું ય અસમંજસ રહું કે કઈ દિશામાં એ રળે.

"કોઈનું સુખ જોઈ ના શકનાર સુખરૂપે જીવે",
તમતમારે ઊતરે તો સુત્ર ઉતારો તમ ગળે.!

આ સમય એ સત્ય કરતાં પણ વધું બળવાન છે,
સત્ય છે.! કે એ મિથ્યા છે.! એ સમય પર જઈ ઢળે.

ખીચડી જાજા વિચારોની કરું ભેગી પછી,
હું વિચારું કે કયો અભિપ્રાય આમાંથી ફળે.!

ક્રોધ અંદરથી ઉઠે તો પી જવાનો એ પરત,
આમ એકબીજા પ્રત્યે નો ભાવ પાછો પણ વળે.

એક કડવું સત્ય છે "મૃત્યુ" કરું સ્વીકાર પણ,
જાણવું છે કેટલું "રોચક" હશે ને ક્યા સ્થળે.?

-અશોક વાવડીયા

છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111230753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now