તર્કની સંગાથમાં તમ મર્મને ઘોળી શકો,
તો ગઝલનું ખૂબ સુંદર ચિત્ર તમ દોરી શકો.
શક્ય છે મધ ચોરવું,પણ તમ બનાવી ના શકો;
કૃતિ ભલે ચોરાય,પણ ના આવડત ચોરી શકો.
બે ય છે "ખૂબી અને ખામી" સદા સૌની કને,
એ જ છે મોટાઈ એમાં શું તમે શોધી શકો.!
કેટલું જોયું,! અને છે કેટલું બાકી હવે.!
જાણવું હો,ત્રાજવે ઈચ્છા તમે જોખી શકો.
જિંદગીનું બ્યાનનામું કોની સામે ખોલવું.!
કોઈ હો સંગાથ તો એ ટોપલી ખોલી શકો.
-અશોક વાવડીયા
છંદ= રમલ બહર નો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન