જયારે પોતાના જીવનસાથીનું અકાળે અવસાન થાય ત્યારે પતિની શી દશા થતી હશે તેતો તે પતિજ જાણી સમજી શકેછે..આવી જ રીતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક ઉંમરલાયક સોનીભાઇ ઉપર આવી જ એક વેદના થઈ હતી..તેમના પત્નીનુ આશરે બે મહિના ઉપર કોઇ કારણસર અવસાન થયુ તેની ચિંતામાં દિવસો કાઢતા આ ભાઇએ વધુ સહન ના થવાથી એક ડિ માર્ટના મોલના ચોથા માળે ચઢીને નીચે કુદકો મારીને આપઘાત કર્યો પરિવારમાં એક પુત્ર ને એક પુત્રી છે..પુત્રી પરણાવેલ જે પોતાના સાસરે છે જયારે પુત્ર હજી ભણેછે..આપઘાત પહેલા તેમને લખેલ એક ચિઠ્ઠીમાં જણાવ્યુ છે કે હુ પોતે કોઇ દબાણ વગર જાત વિચારે આ આપઘાત કરુછુ..માટે પોલિસ મારા પરિવાર ને કોઇ પણ જાતની હેરાની ના કરે...હુ મારી પત્ની વગર રહી શકતો નથી માટે આ પગલુ ભરુછુ...પોતાની છોકરી માટે તેમને લખ્યુ છે કે બેટા તુ મારી જરાય ચિંતા કરીશ નહી..મને તુ ભુલી જજે..ને તારા ભાઇને ખુબ ભણાવજે..ને તેને ખુબ પ્રેમ કરજે.હુ તારી મમ્મી વગર રહી શકતો નથી માટે તમારાથી દુર ચાલ્યો જાઉછુ..ને આશા રાખુછુ કે તમે મને માફ કરશો...શુ આમ કરવુ યોગ્ય છે!
આજે તમારી સાથે તમારી પત્ની નથી તો તમારી ફરજ નથી બનતી કે તમારા બાળકોને સહાયરૂપ બની રહો! આજે એમનુ કોણ! લોકો બસ આમ જ વિચાર વગરનુ પગલુ ભરી દેછે ને પાછળ રહી જનાર બાળકોને દરેક દુ:ખ ભોગવવાનો વારો આવેછે...આમા આપણા નાના બાળકોનો શો વાંક! તેમના મગજો ઉપર પછી કેવી અસર પડતી હોયછે! કે મારા પપ્પાએ આવુ કર્યુ! પછી સમાજમાં તેઓ દરેકની સામે નીચા પડતા હોયછે..આપણે કદી એક સાથે જીવનભર સાથે રહી શકવાના નથી..ગમે ત્યારે કોઇ એકને તો વહેલુ કે મોળુ તો ચાલ્યા જવાનુ છે..એક સાથે કોઇનુ મોત આવવાનુ નથી.. આ કુદરતનો નિયમ છે...પરેમ લાગણી બંનેને હોઇ શકેછે...પરંતુ આપણે પાછળનુ પણ કોઇ એકે વિચારવાનુંછે કે પાછળ આપણા નાના બાળકો પણ છે..જે તેમના પગ ઉપર ઉભા રહેવા માગેછે..તો શુ કરશે તેઓ આપણા વગર! કે જયારે આપણે બંનેમાંથી એકપણ નહી હોઇએ ત્યારે!
આમાં આપણે એક ખાસ વિચાર કરવો જોઈએ...આવુ જે કંઇ થાયછે તે ખરેખર ખોટુ થતુ હોયછે...કાશ કંઇક આવુ કરતા પહેલા આપણે થોડુક વિચારી લેતા હોઇએ તો!!! આપણા સંતાનો વિશે..