Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ્યું છે સ્વર્ગમાં પણ બાગ ને ફૂલો હશે.!
અપ્સરાનો નાચ ને સંગીત ના સૂરો હશે.!

ત્યાં મુલાકાતો થશે ને દેવ સાથે ગોઠડી,
એક ખૂણામાં મજાનો ઝૂલવાં ઝૂલો હશે.!

સ્વર્ગમાં તો ભૂખ લાગે ના, તરસ લાગે કદી;
એ વખત ને કાળ પણ કેવો મહામૂલો હશે.!

જીવલો તૈયાર છે,બોલાવ તું.! કે આવું હું.!
તુજ લગીને પહોંચવા સીડી,સડક,પૂલો હશે.?

ભાવથી લખવા મથું એ ભાવ મારો વાંચજો,
આ ગઝલના છંદમાં થોડી ઘણી ભૂલો હશે.

-અશોક વાવડીયા

છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111229979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now