Gujarati Quote in Story by Shree...Ripal Vyas

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પ્રિય સંવેદના,
જો એક વાર્તા સાંભળ,
એક "દાળ" હતી. તે નાની હતી ત્યારે તેમાં "મીઠું" અને "રાય" નાખતા.પછી દાળ જેમ મોટી થવા લાગી તેમ "હળદર,મરચું, ધાણાજીરું" વગેરે નાખવા માં આવતું...પણ દાળ જેમ મોટી થવા લાગી તેમ તેને પોતાના માં કાંઈક ખૂટતું હોય તેવું લાગ્યા કરતું...પછી તેના લગ્ન થયા અને "દાળ" ના જીવન માં "મીઠાશ" ભળી ...પછી તો "દાળ"* સ્વાદિષ્ટ * બની ગઈ...પણ "મીઠાશ" ને "રાય"" ના ગમતી ...જ્યારે તે "રાયને" કાઢી નાખતી તો "દાળ" ફિક્કી પડી જતી અને "રાય" હોય તો "મીઠાશ" ને થોડા દિવસ સારું લાગતું પણ પછી મુરજાય જતી...પણ પછી ક્યારેક "ગરમ મસાલો" તેને મળવા આવતો તેણે "મીઠાશ" ને દુઃખી થતા જોઈ ...તેણે "દાળ" માટે "રાય" અને "મીઠાશ" નું બંને નું કેટલું મહત્વ છે તે સમજાવ્યું..."દાળ", "મીઠાશ" વગર *સ્વાદિષ્ટ * નથી લાગતી અને "રાય" ના વઘાર વગર # મજેદાર # નથી બનતી કારણકે "રાય" જોડે "દાળ" ને નાનપણ થી નાતો છે...????"મીઠાશ" બધું સમજી ગઈ કે "દાળ" ના જીવનને # મજેદાર # બનાવવા બંને ની જરૂર છે. માટે હું પણ "રાય" ના ગમતી હોય છતાં સ્વીકારી લઈશ હા બહુ અફખે થઈ જશે તો ક્યારેક થોડા દિવસ માટે કાઢી નાખીશ...પણ કાયમ માટે નહીં...કારણકે મને પણ "રાય" થી જ "દાળ" સારી લાગે છે??????
આનો ભાવાર્થ શુ છે જીવન માં ....હસતા હસતા સમજવા કોશિશ કરજો ....મજા આવશે...??⛈️⛈️

Gujarati Story by Shree...Ripal Vyas : 111229767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now