કાશ હું વરસાદ હોત,
અનિશ્ચિત સમયે અસાધારણ બની વરસી જાત,
કાશ હું વરસાદ હોત,
પ્રેમ અને કરુણાનાં પાણીથી ભૂમિને ભીંજવી દેત,
કાશ હું વરસાદ હોત,
ચંચળ અને નિશ્ચલ મનનાં બાળકોનું રમવા-કૂદવાનુ કારણ બની જાત,
કાશ હું વરસાદ હોત,
એક છત્રીમાં જવાં એ પ્રેમી પંખીડા ને મજબુર કરી દેત,
કાશ હું વરસાદ હોત,
પોતે જ પોતાનામાં ખોવાઈ જમીનમાં અસ્ત થાત...
કાશ.. હું વરસાદ હોત.....