પોતાના 3bhk ફ્લેટ ની બાલ્કની માં 45વર્ષ ની માયા બેઠી છે.સામે ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને એને પોતાના બાળકો કાવ્યા અને શ્લોક યાદ આવે છે.કાવ્યા ફિઝિયોથેરાપી ભણીને કેનેડા અને શ્લોક સોફ્ટવેર એન્જીનીર થઇ ને યુએસ સેટલ થઇ ગયા છે . માયા ના પતિ નો નાનો સરખો બિઝનેસ છે . માયા એક ખુબજ સફળ પત્નિ અને વહુ પુરવાર થઇ છે .તેના સાસુ સસરા માયા ના વખાણ કરતા થાકતા નથી .સાસુ સસરા ને માતા પિતા ની જગ્યા આપી માયા સેવા કરે છે . કોઈ વાત નું દુઃખ નથી .પણ માયા ને કંઈક ખૂટે છે . લગ્ન કરીને સાસરે આવી ત્યારથી સાસરિયાઓ એ માયા ને પુરા દિલથી અપનાવી .તેની તમામ ખુશી નું ધ્યાન રાખ્યું .સામે માયાએ પણ પોતાની જાત સમર્પિત કરી દીધી . માયા ના પતિ પણ તેને ખુબજ પ્રેમ કરે છે . પણ માયા ને હજી પણ કંઈક ખૂટે છે . આટલા વર્ષે માયા વિચારી રહી છે લગ્ન પછી પતિ ને સાંભળ્યા . પછી બાળકો ને સંભાળ્યા .હવે પુરી નિષ્ઠા થી સાસુસસરા ને સંભાળે છે . પણ આ બધી ધમાલ માં માયા ક્યાંક ખોવાઈ ગઈ . હવે તેને પોતાની જાતને શોધવી છે .સમય મળ્યો છે હવે . તે પોતાનો વિચાર પોતાના પતિ ને જણાવે છે . તેના પતિ તેને પૂરો સપોર્ટ કરે છે અને માયા લખવાનું શરુ કરે છે .શરૂઆત નાની વાર્તાથી થાય છે .પણ માયા ખુશ છે. સંપૂર્ણતા નો અનુભવ કરી રહી છે . બહુ મોટુ નામ નથી કમાવું એને . રૂપિયા પણ નથી કમાવા . એને એની જાતને શોધવી છે . હવે માયા ની આંખોમાં સંતોષ દેખાય છે .એક ખુબજ સમજુ પતિ અને બાળકો મેળવ્યા નો .