અશક્યનેય શક્ય બનાવે છે આશીર્વાદ.
રણમાંય વસંતને પ્રગટાવે છે આશીર્વાદ.
આંતરડીની દુઆ નથી નિષ્ફળ જતી કદી,
પાષાણવત્ નસીબ પલટાવે છે આશીર્વાદ.
ઇશથીય અધિક તાકાત છે એમાં છૂપેલી,
પુરુષાર્થની હારમાંય એ ફાવે છે આશીર્વાદ.
નાભિના ઉદ્- ગારો ફળ આપીને જ જતા,
રંકને રાય બનાવી મલકાવે છે આશીર્વાદ.
સેવા કદી ફોગટ જતી નથી ક્યારેય કોઈની,
કરેલું પામવા ફળ થૈ આવે છે આશીર્વાદ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.