પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી...
દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું;
દર્દ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી...
આંખ ક્યારેક છલકાય છે અમસ્તી દોસ્ત;
બાકી આમ તો રડવાનું કોઈ કારણ નથી...
યાદ કરતો રહું હું તો એમને નિશદિન;
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી...
ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે;
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી...