બંધ દરવાજા
ભાગ ન:૪
માસી એણે વચન આપ્યું ને ક્યારેય અમારી પર શંકા જાઈ એવું એણે વર્તન ન કર્યુ.
મારા શ્રીનાથજીને એણે સ્વીકાર્યા ,હા જરૂર ધીરે ધીરે અમારા અંત:કરણ એક બીજાને ચાહવા લાગ્યા ,પણ જ્યારે તમે રજ્જો માટે છોકરો શોધવાનું કહ્યું ત્યારે મારા મનમાં તોફાન ઉઠ્યુ. શું હું રજ્જોને વિદાય કરી શકીશ? શું હું મુસલમાન રશીદાને અપનાવી શકીશ?ને
મે નિર્ણય કર્યોકે કોઈ આ રાઝ જાણે એ પહેલા
જ હું દેહરાદૂન છોડી ને ચાલ્યો જાઉ.પણ આજે રજ્જોએ એના મનની વાત કરી,મારુ મન ડગાવી દીધું .હું કેટલો સ્વાર્થી બની ગયો.જીંદગી ના નવ નવ વરસ સુધી ચુપ રહેનારીમન મા ને મનમાં ચાહનારી આવી યુવતીને હું છોડીને જવા તૈયાર થયો કેવી રીતે?પણ માસી જ્યારે જમાનો જાણશે ત્યારે શું અમારા
ધરમને અપનાવશે?અમને અપનાવશે ??
રામીમાસીએ બન્નેને પોતાની બાહો માં સમાવી બન્નેના કપાળને ચુમી ને કહ્યુ ,”આ રાઝને અહી દફનાવી દો મારા બાળકો ખુદા ભગવાન એક જ છે બન્ને માનવતાના ધરમને અપનાવ્યો છે ,એ અપનાવી જીંદગીના બીજા વરસો આ સુંદર જગ્યા પર વિતાવી દો.”રજ્જોને કહ્યુ કે ,”નમાજ પઢી છે ?આવ આ દીવારો વચ્ચે આપણે બન્ને તે પઢી લઈએ
માનવતાના માર્ગે વળી જઈએ.રજ્જો ને શ્યામની આંખો આશ્ચર્ય થી વિસ્મીત થઈ ગઈ.
“રામીમાસી તમે પણ...! “”બંધ દરવાજા”માં
ધર્મ ને મઝહબ ના રાઝેબીજા રાઝ ને શ્વેત રંગે
પોતાનું કફન પહેરાવી દફનાવી દીધું.મંદિરમાં
ક્યાંક ઘંટારવ થયો ને બીજી બાજુ અલ્લાહો
અકબરની બાંગ પોકારાય.
મનુભાઈ શ્યામના પિતા બન્યાને રામીમાસી રજ્જોની માતા બન્યા ને તે દિવસે દેહરાદૂનમાં આખી રાત જીવરામશેઠે ફટાકડાં કફોડ્યા.શ્યામે રામીમાસીને રજ્જોને આખી જીંદગી સાચવવાનું એના શ્રીજી બાવાને વચન આપ્યું.
માનવતાનો ધર્મ જીતી ગયો.
જયશ્રી.પટેલ