તોબા પોકારી ગઈ હું તો તમારા થી.. તમને મારા વગર ચાલતું તો છે નહીં ! આખો વખત મને જોડે રાખો ને હાથોહાથ રાખો છો,ને હું ય તમારું રક્ષા કવચ બની ને ધ્યાન રાખું છું , તો પણ તમે મને દિલ થી પોતાની નથી માનતા. ? કોક બીજા ના કહ્યે મને સ્થાન મળે , એમાં શું મજા ? તક મળે તો તમે મને છોડી દેવા તત્પર છો, મને નથી ખબર શું ?
દિવસ આખો મને ક્યાંક તાપ માં સળગવા મૂકી દો છો; કોક હેન્ડલ પર મને લટકાવીને !! તમને ખબર છે કે મારા વગર ક્યાં તો તમારું માથું ફૂટશે ક્યાં તો મેમો ફાટશે. તો ય મારી કદર નથી.
દિલ થી મને ક્યારે અપનાવશો, નગરજનો ?
લિ. તમારી ખૂબ અણમાનીતી " હેલ્મેટ "