*હોવું જોઈએ*
કમાણી કરવા એક સારી ડીગ્રી હોવી જોઈએ...
ભવસાગર તરવા એક સુશીલ સંગીની
હોવી જોઈએ...
એક નુર આદમી હજાર નુર ટીપટાપ,
સારો શણગાર હોવો જોઈએ....
ભાડાના મકાનમાં રહેવાય?
ઘરનું ઘર હોવું જોઈએ....
ધૂળ-ધુમાડામાં ફરાય?
વિકએન્ડ માણવા એક ગાડી હોવી જોઈએ....
કુટુંબને રાજી કર્યું, દુનિયાને આંજી દીધી
*ખુદને કદી પૂછ્યું? તારે શું હોવું જોઈએ?*