મીઠું બોલનાર!!!
મીઠું બોલનાર પક્ષી ની અહીં હું વાત કરું છું એટલે કે કોયલ ની જેનો અવાજ એટલો મીઠો હોય છે કે લોકો ને સાંભળવો ગમે છે અને બીજી તરફ કાગડો પણ કળો જ હોય છે કોયલ જેવો દેખાવમાં પણ લોકો એના અવાજ ના કારણે એને પસંદ કરતા નથી હોતા! પણ કોયલ જેને આપે લોકો પસંદ કરીએ છીએ એ એક માં તરીકે પણ વફાદાર નથી હોતી જે પોતાના ઈંડા કાગડા ના માળામાં મુકી દેતી હોય છે જે પોતાના બાળકની નથી એ બીજાની શું થશે? અને બીજી બાજુ કાગડી કોયલ નાં ઈંડા ને એના પોતાના માનીને સેવે છે.
આવા બે પ્રકારના લોકો આ સંસાર માં હોય છે જે એટલું બનાવટી અને મીઠું બોલે છે કે લોકો ને એ વ્યક્તિ સંસાર ની સૌથી સર્વ શ્રેષ્ઠ વ્યક્તિ લાગે છે બધા જ એને પસંદ કરે છે પણ લોકો ને ખબર નથી હોતી કે જેના ગુણગાન કરે છે એનું હ્રદય કેટલું કાળું અને કપટ્ટ થી ભરાયેલું છે અને બીજી તરફ સીધા સાદા અને સરળ લોકો ને કોઈ પસંદ કરતું નથી કારણ કે એવા લોકો ને મીઠું બોલતા આવડતું નથી હોતું!
શાયદ! કુદરત પણ આપણને આ કોયલ અને કાગડા જેવા બન્ને લોકોનો ભેટો તો કરાવે છે પણ આપણને કોયલ જેવાં મીઠળા અને બદમાશ લોકો જ ગમે છે કાગડા જેવા વફાદાર નહીં!