Gujarati Quote in Thought by Harijeet Sharma

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ અમેરિકાવાળાઓને પૂર્વજ, કુળદેવી , સિકોતર , વહાણવટી વગેરે કેમ નડતાં નથી , કે પછી ત્યાં પણ ભૂવા હશે ? કે અહીંથી ભૂવાઓ ત્યાં જઇને  વિધિ કરી માતા કે દેવ બેસાડતા હશે ? ???

આ તો તેમની તરક્કી , આધુનિકતાને જોઇને સવાલ થયો કે સાલું આપણને જ બધું કેમ નડે છે ? અને વિધિ કરી બેસાડો તો પણ કયાં કોઇ સુખેથી જીવે છે ?!!!? ?

અંધભક્તો અને ભૂવાઓ માટે આ સંશોધનનો વિષય છે.

ગાંડા અને અજ્ઞાનીને જ બધું નડે , નાચ ન જાને આંગન ટેઢા. પોતાનામાં ત્રેવડ ના હોય કે સૂઝ ના પડતી હોય પછાત વિચારો-કુટેવોવાળાઓની સોબત હોય એટલે વ્યક્તિ પોતે કંઈ ઉકાળી ના શકે કે જીવનમાં આવતા દુઃખોમાંથી રસ્તો ના શોધી શકે અથવા તો પોતાની જ કુબુદ્ધિને કારણે ઘર ખાડે જાય એટલે દોરા-ધાગા મંદિર-મંત્ર-માળા તાવીજ-અગરબત્તી ભૂવા-મહારાજ ભૂત-પ્રેત બાધા-ચઢાવો માતા (સિકોતર , એમાંય પ્રકાર સધી ને વહાણવટી) -પૂર્વજ (એને પાછા ગોગ મહારાજ કહે) વગેરેના અંધ ચક્રવ્યૂહમાં પડે પણ...

દુઃખનું મૂળ કારણ વ્યક્તિ પોતે જ હોય છે , પોતાની અજ્ઞાનતા-અણસમજ, માહિતીનો અભાવ , ગુનાખોર-નીચ માનસિકતા, અંધશ્રદ્ધા, ધર્મ પ્રત્યેનો ડર , નિરક્ષરતા , અસંતોષ-ઈર્ષ્યા, ખરાબ સોબત-કુટેવ વગેરે પોતાની હેરાનગતિ દુઃખનું કારણ છે આવો લોકો ગમે તે પાખંડીને જોઇને પગમાં દંડવત થઈ જતા હોય છે જાણે પોતાના બધા દુઃખ પેલો ગ્રહણ કરી તેમને પીડામુક્ત ના કરવાનો હોય !!!?

આવી ઘટનાઓનો હું સાક્ષી હોઉ તો ખૂબ મલકાતો હસતો હોઉં છું બાકી જો આવા અંધશ્રદ્ધાળુને સલાહ આપવા જઇએ તો આપણને દોઢડાહ્યા, ગાંડા ગણી એમ કહે કે પંચાત કર્યા વગર તું તારું સંભાળ , પણ એમને કોણ સમજાવે કે ગાંડો તો સારો તેનો તો ઇલાજ થાય પણ તું તો ભક્ત ...અંધભક્ત તારે તો મર્યે પણ છૂટકો નહિ ...એ મરે એટલે એનો દીકરો એને પૂર્વજ તરીકે બેસાડવા તૈયાર જ હોય. ???

Gujarati Thought by Harijeet Sharma : 111224520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now