**નિહાળેલાં એ દ્રશ્યોનાં હજુ છે આંખ પર ડાઘા !*
*મથુ છું પણ નથી જાતાં પડ્યાં છે જાત પર ડાઘા !*
*વજન સપનાનું ઉંચકીને, કુદ્યા છે એ રીતે ફુલડાં !*
*કે જ્વાળાઓ ડઘાઈ ગઈ ને લાગ્યા આગ પર ડાઘા !*
*કલમનો હાથ પકડી ઘેરથી નિકળ્યા હતાં એથી,*
*જુઓ ઉપસી ગયાં મા શારદાનાં હાથ પર ડાઘા !*
*અમારી ચામડી બરછટ ને પહેલેથી જ મેલીદાટ !*
*નડે શું લોહિનાં છાંટા ! પડે શું ડાઘ પર ડાઘા !*
*હીરો ડુસ્કાં ભરે છે ને ડુમો કાપડનાં કંઠે છે !*
*સમય કરતો ગયો કેવા સુરતનાં ગાલ પર ડાઘા !*
*- ડૉ.મનોજ જોશી 'મન'*