તપન જલન
ભાગ:૩
ત્યાંથી નીકળી એ પોતાના ઉતારા પર આવી. ત્યાં તપાસ કરતા ખબર પડી કે આ જગ્યાના માલિક
પણ બહેન જ હતા.તેમનો સંદેશો પહોંચી ગયો હતો કે
તે જો નોકરી માટે તૈયાર હોય તો જરૂર સાંજે ગાડી
લેવા આવી જશે નહિ હોય તો પણ તે અહિ રહી નોકરી
શોધી સકે છે.તેણે બહેનને પોતાની બધી જ વાત જણાવતી ચિઠ્ઠી લખી ને મોકલી આપી પણ યુવકનું
નામ તેણે ન જણાવ્યું . સાંજે ગાડી આવી ને તે નવી
સફરે ઉપડી ગઈ.તે જાણવા માંગતી હતી કે બહેન ચિઠ્ઠી વાંચી શું અભિપ્રાય આપે છે.પણ ન તે કંઈ બોલ્યા ન વાતનો ઉલ્લેખ કર્યો.તે તો લાગી ગઈ પોતાના પેટના એક રક્ત માંસના ગર્ભ ને ધીરે ધીરે
પોષવા ને એક એવા વ્યક્તિ ને સંભાળવા કે જે શિશુ
બુધ્ધિ હતો.તેના ઓરડાના પુસ્તકો તેણેહાથમાં લેતા સુજાણ ખૂબ મલક્યો,નાના બાળક નું રમકડું કોઈ જોવા લે ને બાળક હરખાય તેમ હરખવા લાગ્યો..,
સુલેખા ના આશ્ચર્ય નો પાર ન રહ્યો! તેણે થોડા દિવસ
મા તો ઘરમાં ઘરોબો કરી દીધો હતો.હરગોવિંદભાઈ
ની તો તે નર્સ જ બની ગઈ હતી,રસોડા માપબંધી નોકર ચાકર રસોઇયાની લાડકી સુલુબેન ,ને સુજાણની
મિત્ર..બેનની સેક્રેટરી.
ધીરે ધીરે તેને ખબર પડી કે બેનનો એક પુત્ર પણ ભણવા ગયા પછી પાછો જ નથી ફર્યો.તેથી બહેન થોડા ગંભીર બની ગયા છે.નામ તેનું ઘર મા કોઈ લઈ સકતું નહિ. તેનો ઓરડો બંધ રહેતો.ચાવી બહેન
પાસે રહેતી.મોટો દીકરો એક રાતે કોઈ સમારંભમાંથી
પાછો આવ્યો ત્યાર પછી આમ જ વર્તન કરતો હતો
ડોક્ટર વૈદ્ય હકીમ થાકી ગયા..પણ કબાટમાં ના ગ્રંથો
નો તે લેખક હતો એ જાણ્યા પછી તે તો દિગમૂઢ થઈ
ગઈ હતી..આટલી નાની ઉંમરમાં આટલો મોટો લેખક
ને અત્યારે આ ન સમજાય ન સહેવાય એ સ્થિતિમાં..!
આ બાજુ દર્શીની સ્થિતિ બહુ જ ખરાબ થતી જતી હતી,હવે તેને માતાપિતા ની યાદ વધુ ને વધુ
સતાવી રહી હતી. તેને ત્યાંના એક વોર્ડ બોય પાસે
એક પત્ર પોતાના ગામે મોકલ્યો. પત્ર હાથ માં આવતા
સુલુ લખાવટ જાણિતી લાગી પણ સમજી ન સકી.
અત્યારે તેને પણ સાતમો મહિનો જતો હતો. સુજાણ
પણ હવે ધીરે ધીરે ઠાવકો થયો હતો. તેણે પત્ર બહેન ને આપ્યો ને તે બે ક્ષણ ઉભી રહી.પણ પત્ર પર ની લખાવટ બહેનની આંખો માં બે બુંદ ટપકાવી ગઈ. પત્ર ખોલ્યો ને તે વાંચ્યો. ગાડી કાઢવાનું કહી ને સુલેખા ને
ઓરડાની ચાવી આપી સાફ સફાઈ કરવાનું કહી તે
નીકળી ગયા.ઓરડોખોલતા તેમાના અંધકારને દુર કરવા બારી ખોલી તો ...આશ્ચર્ય જે પહેલે દિવસે બારી
ખોલી ને દ્રશ્ય જોયું હતું તે જ દ્રશ્ય સામે હતું ને દુર
પેલી બારી દેખાતી હતી.દુર થી નિહાળતી પેલી આંખો
બીજા કોઈની નહિ પણ બહેનની જ હતી..
ઓરડાની દિવાલો સુની હતી ,એકપણ ચિત્ર કે ફ્રેમ ત્યાં નહોતી. સીધા સાદા કમરા માં એક મહેક જાણીતી લાગતીહતી. સાફ સફાય કર્યા પછી તે થાકી
ગઈ હતી,એક બેચેની તેને ચિતિંત કરી રહી હતી.ત્યાં
ગાડી નું હોર્ન સંભળાયું . તે નીચે આવી તો બહેન એકલા જ હતા, તેમનો પુત્ર સાથે નહોતો. હા બહેનના
હાથમાં એક પિત્તળનો કળશ હતો. તે ખૂબ જ ગંભીર
હતા. તેમણે એ પછી બધી વિધી પતાવી.